આફ્રિક્રામાં મૂળ ભરૂચના વતનીઓ ઉપર હિંસક હુમલાથી ચિંતીત પરિવારજનોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર

|

Sep 18, 2020 | 3:54 PM

  આફ્રિકાના દેશોમાં અસલામત ભારતીયોની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરવાની માંગ સાથે મુસ્લિમો ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લાના વતનીઓ ઉપર લૂંટના ઇરાદે હુમલાના મહિનામાં ત્રણ બનાવથી ભારતમાં રહેતા લોકો વિદેશમાં સ્થાયી તેમના પરિવારજનોની સલામતીને લઈ ચિંતિત બન્યા છે. રોજગારી માટે આફ્રિકામાં સ્થાયી થયેલાં ગુજરાતીઓ પર વધી રહેલાં હુમલાના વિરોધમાં  પ્લે કાર્ડ અને […]

આફ્રિક્રામાં મૂળ ભરૂચના વતનીઓ ઉપર હિંસક હુમલાથી ચિંતીત પરિવારજનોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર

Follow us on

 

આફ્રિકાના દેશોમાં અસલામત ભારતીયોની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરવાની માંગ સાથે મુસ્લિમો ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લાના વતનીઓ ઉપર લૂંટના ઇરાદે હુમલાના મહિનામાં ત્રણ બનાવથી ભારતમાં રહેતા લોકો વિદેશમાં સ્થાયી તેમના પરિવારજનોની સલામતીને લઈ ચિંતિત બન્યા છે. રોજગારી માટે આફ્રિકામાં સ્થાયી થયેલાં ગુજરાતીઓ પર વધી રહેલાં હુમલાના વિરોધમાં  પ્લે કાર્ડ અને બેનર સાથે આફ્રિકા ખંડમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે પગલાં ભરવાની માંગ કરી હતી.


દક્ષિણ આફ્રિકામાં સ્થાયી ભારતીયો પૈકી ગુજરાતીઓ વેપાર સાથે જોડાયેલા છે. નિગ્રો લુંટારૂઓ આ વેપારીઓને નિશાન બનાવી રહયાં છે. લૂંટારુઓ એટલા ઘાતકી છે કે ફાયરિંગ કરી હત્યા કરી નાખતા પણ ખચકાતા નથી. ભરૂચ જિલ્લાના મૂળ વતનીઓ ઉપર એક મહિનામાં જનીન સિટીમાં એક અને વેન્ડાસીટીમાં હુમલાની બે મળી હુમલાની ત્રણ ઘટનાઓ બની છે.

Raw papaya: ઉનાળામાં દરરોજ કાચા પપૈયા ખાવાથી શું ફાયદા થાય છે?
Vastu Tips: ઓફિસના ટેબલ પર ભુલથી પણ ના રાખવી જોઈએ આ વસ્તુઓ
આજનું રાશિફળ તારીખ : 26-04-2025
IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..

આફ્રિકામાં વસતા ભારતીયોના પરિવારજનો સ્વજનોની સલામતીને લઈ ચિંતિત બન્યા છે. જેમના દ્વારા ચીમકી અપાઈ છે કે આફ્રિકન સરકાર ભારતીયોના રક્ષણ માટે પગલાં નહિ ભરે તો તેઓ મુંબઇ ખાતે આવેલી આફ્રિકન એમ્બેસીની બહાર ધરણા કરશે

આ પણ વાંચોઃજાણો, પાણી ક્યારે પીવું ? ક્યારે ન પીવું ? કેવું પીવું ? કેટલું પીવું ? કેવી રીતે પીવું ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:30 pm, Mon, 14 September 20