દ્વારકાઃ અંધશ્રદ્ધામાં 25 વર્ષની મહિલાની હત્યા, વચલી ઓખામઢી દરગાહ પાસેના મંદિરની ઘટના

25 વર્ષીય મહિલાની મેલા-વળગાડ હોવાની માન્યતા સાથે ઢોર માર મારી ડામ આપી, ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવાઇ હતી. મૃતક મહિલાની એવી હાલત કરી દેવાઇ છે કે અમે તેના દ્રશ્યો પણ બતાવી શકીએ તેમ નથી.

દ્વારકાઃ અંધશ્રદ્ધામાં 25 વર્ષની મહિલાની હત્યા, વચલી ઓખામઢી દરગાહ પાસેના મંદિરની ઘટના
Dwarka: 25-year-old woman killed in superstition, temple incident near Okhamadhi Dargah
| Edited By: | Updated on: Oct 14, 2021 | 2:29 PM

આધુનિક સમયમાં પણ અંધશ્રદ્ધા એટલી ઘર કરી ગયેલી છે કે તેની આડમાં લોકો હત્યા કરતા પણ નથી ખચકાતા. દ્વારકામાં અંધશ્રદ્ધાની આડમાં 25 વર્ષની પરિણીતાની હત્યા થઈ ગઈ. ઘટના દ્વારકા તાલુકાના વચલી ઓખામઢી દરગાહ પાસેના મંદિરની છે. જ્યાં વહેલી સવારે રમીલા સોલંકી નામની પરિણીતાને મેલુ કાઢવાનું કહીને તેના પરિવારજન અને ભૂવા સહિતના લોકોએ સાંકળ તેમજ ધોકા વડે માર માર્યો.

અંધશ્રદ્ધાની ઘટના સમાજમાં ક્યારે અટકશે?

એટલું જ નહીં ડામ દેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા રમીલા સોલંકીએ મંદિરમાં જ દમ તોડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તો બીજીતરફ પ્રાથમિક તપાસમાં મૃતકના પરિવારજનોની સંડોવણી સામે આવી છે. મહિલાની હત્યા મામલે પોલીસે કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાં બે આરોપી ભુવા છે.

ભૂવા અને તાંત્રિકોને અંધશ્રદ્ધા ફેલાવતા અટકાવવા શું પગલાં લેવાશે?

આ તરફ ત્રણ માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. અંધશ્રધ્ધાના ખપ્પરમાં 25 વર્ષીય પરિણીતાએ જીવ ગુમાવતા તેના ત્રણ માસુમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

ક્યાં સુધી અંધશ્રદ્ધાની આડમાં લોકોનો જીવ લેવાતો રહેશે?

25 વર્ષીય મહિલાની મેલા-વળગાડ હોવાની માન્યતા સાથે ઢોર માર મારી ડામ આપી, ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવાઇ હતી. મૃતક મહિલાની એવી હાલત કરી દેવાઇ છે કે અમે તેના દ્રશ્યો પણ બતાવી શકીએ તેમ નથી. મહિલાના મૃતદેહને  દેવભૂમિ દ્વારકા પી.એમ અર્થે ખસેડાયા બાદ મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે જામનગર હોસ્પિટલમાં લઇ જવાયો હતો.