ભારતમાંથી વિદેશમાં ડ્રગ્સને (Drugs) પાર્સલ થકી થતી હેરાફેરીનો ક્રાઇમ બ્રાંચે (Crime Branch) પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગના જોઇન્ટ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી અટકાવવામાં આવી છે. કરોડો રૂપિયાના કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું (Ketamine hydrochloride drugs)પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગ ખાતેથી કબજે કરવામાં આવ્યુ છે. કેવી રીતે થતી આ ડ્રગ્સની હેરાફેરી થતી વાંચો આ અહેવાલમાં.
ફોટોમાં દેખાતા આ ડ્રગ્સને ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યું છે. જે કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ છે. આ ડ્રગ્સનો ઉપયોગ યુવાનો ઝડપી નશો કરવા માટે અને ખાસ કરી રેવ પાર્ટીઓમાં થતો હોય છે. સાથે જ વિદેશમાં સૌથી વધુ આવા ડ્રગ્સની માગ હોવાથી તેની હવે ગુજરાતમાંથી હેરાફેરી કરવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધીમાં પહેલીવાર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ જથ્થો પકડાયો છે. શહેર ક્રાઇમ બ્રાંચને એક બાતમી મળી હતી જેના આધારે ક્રાઇમ બ્રાંચ અને કસ્ટમ વિભાગ જોઈન્ટ ઓપરેશન હાથ ધરી અમદાવાદમાંથી 2.95 કરોડ રૂપિયાનું ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ હકીકત મળી હતી કે ડ્રગ્સની હેરાફેરી કસ્ટમના પાર્સલ થકી થાય છે. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે આ પાર્સલ કસ્ટમ વિભાગના અધિકારીઓને જાણકારી એક પાર્સલને હોલ્ટ કરાવ્યું હતું અને કસ્ટમ ફોરેન પોસ્ટ શાહીબાગ ઓફિસ ખાતે તપાસ કરતા કોસ્મેટિક સાધનો, મરી મસાલા અને કપડાની આડમાં ડ્રગ્સની હેરાફેરી થતું હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં આ પાર્સલ માં ચૂર્ણના 2 પ્લાસ્ટિકના ડબ્બા જેનું વજન 590 ગ્રામ જેટલું હતું. તેની પર શંકા જતા એફ.એસ.એલ.માં તેનું પૃથ્થકરણ પણ ક્રાઇમ બ્રાન્ચે કરાવ્યું. જે અંગે FSLના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું કે આ ડ્રગ્સ કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ છે..જે ડ્રગ્સ રાજસ્થાન પુષ્કરમાંથી સોનુ ગોયલ નામના શખ્સે પાર્સલ મોકલ્યું હતું.જે પાર્સલ આરોપી સોનુએ તેના મિત્રને નવસારી મોકલીને ત્યાંથી યુએસએ મોકલવાનું કહ્યું હતું. જે આધારે મિત્રએ ડ્રગ્સનું પાર્સલ નવસારીથી યુ.એસ.એ માટે મોકલી આપ્યું. જે નવસારીથી મુંબઈ અને મુંબઈથી યુએસએ પહોંચવાનું હતું. પરંતુ ગુજરાતમાંથી વિદેશ જતું પાર્સલ અમદાવાદમાં કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસથી જાય છે. જેથી આ પેકિંગમાં પાર્સલ આરોપી સોનું 4 વખત યુ.એસ.એ મોકલી રહ્યા હતા. જેમાં શકસ્પદ વસ્તુ હોવાની માહિતી આધારે ક્રાઇમ બ્રાંચે તપાસ કરી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો.
ક્રાઇમ બ્રાંચની ટીમે ડ્રગ્સ સપ્લાય કરનાર સોનુ ગોયલની પકડી પાડી ને હવે ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.ત્યારે પ્રાથમિક તપાસમાં પાર્સલ થકી અનેક વખત ડ્રગ્સ વિદેશ પહોંચ્યું હોવાની આશકા છે. જે દિશામાં ક્રાઇમ બ્રાંચે અગાઉ ગયેલા પાર્સલના ડેટાના આધારે તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાથી ભારતમાંથી વિદેશમાં મોકલાતા માદક પદાર્થના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. કારણકે આ ડ્રગ્સ વિદેશમાં પાર્ટીઓમાં યુવાનો દ્વારા યુવતીને કોલડ્રિકસ કે અન્ય પીણામાં ભેળવી દૂર ઉપયોગ કરવામાં આવે છે.
Published On - 5:24 pm, Sat, 14 May 22