No Drugs In Surat અભિયાન હેઠળ ડિંડોલી પોલીસે ઝડપ્યો 2.97 લાખની કિંમતનો અફીણનો જથ્થો, રાજસ્થાનની આવેલો શખ્સ ઝડપાયો

|

May 16, 2022 | 2:56 PM

ડ્રગ્સ મુક્ત સુરત (No Drugs In Surat)અભિયાન અંતર્ગત સુરત પોલીસે સઘન કામગીરી કરતા વોચ ગોઠવીને રૂપિયા 2.97 લાખની કિંમતના 993 ગ્રામ અફીણ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

No Drugs In Surat અભિયાન હેઠળ ડિંડોલી પોલીસે ઝડપ્યો 2.97 લાખની કિંમતનો અફીણનો જથ્થો, રાજસ્થાનની આવેલો શખ્સ ઝડપાયો
Dindoli police seized opium

Follow us on

ડ્રગ્સ મુક્ત સુરત (No Drugs In Surat)અભિયાન અંતર્ગત સુરત પોલીસે સઘન કામગીરી કરતા વોચ ગોઠવીને રૂપિયા 2.97 લાખની કિંમતના 993 ગ્રામ અફીણ(opium)સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. સુરતમાં  ડિંડોલી પોલીસે મળેલી બાતમીને આધારે વિસ્તારના સાંઇ પોઇન્ટ નજીક વોચ ગોઠવી હતી. તે સમયે પગપાળા જઈ રહેલા શખ્સ ઇમરતારામ ભૂરારામ બિસ્નોઈને ઝડપી પાડીને તેની અંગ ઝડતી કરી હતી. જેમાંથી તેની પાસેથી એક પેકેટ મળી આવ્યું હતું અને તેને સેલોટેપથી બંધ કરવામાં આવ્યું હતું. આ પેકેટમાંથી 993 ગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો હતો.

અફીણનો જથ્થો મળતા ડિંડોલી પોલીસે  આ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરતા તેનું નામ  ઇમરતારામ હોવાનું તથા તે રાજસ્થાનના સીકર શહેરમાં મીઠાઇની દુકાનમાં નોકરી કરતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. સાથે જ પોલીસને તેણે જણાવ્યું હતું કે આ પેકેટ તેને તેના શેઠ મદન પુરોહિતે અન્ય શખ્સને પહોંચાડવાનું કહ્યું હતું.  જ ઇરમતા રામે જણાવ્યું હતું કે આ કામ માટે તેને રૂપિયા 10 હજાર મળવાના હતા. પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે તેમજ મદન રાજપુરોહિત તથા ઇમરતારામને સ્વીફટ કારમાં પેકેટ આપી જનારા વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે સુરત શહેર કમિશ્નર અજય કુમાર તોમર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવ્યું છે તે અંતર્ગત પોલીસ નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકોને ઝડપી પાડ઼ીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.  અગાઉ પણ સુરત SOG તથા ગુજરાત ATS ની ટીમ દ્વારા 6 વોન્ટેડ આરોપીઓને ઓરિસ્સાના ગંજામ ખાતેથી 7-8 દિવસના ઓપરેશન અંતર્ગત ઝડપી લેવામાં આવ્યા હતા. આ આરોપી પૈકી 12 વર્ષથી નાસતા ફરતા સંતોષ રઘુનાથ બિસ્નોઈની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

શહેર પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ કરતા ઇસમો સામે સતત વોચ પણ રાખવામાં આવી રહી છે. જેથી આગામી સમયમાં પણ આ પ્રકારના ગુનેગારોને સત્વરે ઝડપીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી શકાય.

Next Article