દેવભૂમિ દ્વારકા : સલાયા ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ, કોર્ટે બંને આરોપીના 20 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

|

Nov 13, 2021 | 6:32 PM

આરોપીઓએ ડ્રગ્સની હેરાફેરી માટે ખાસ માછીમારી બોટની ખરીદી કરી હોવાનો પણ ખુલાસો થયો છે.પોલીસનું કહેવું છે કે, ડ્રગ્સની હેરાફેરી માટે સલીમ કારા અને અલી કારા દ્વારા દ્વારકાના રૂપેણ બંદરથી ફારૂકી નામની બોટની ખરીદી કરી હતી.

દેવભૂમિ દ્વારકાના સલાયામાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સને લઇ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ડ્રગ્સના મૂળ સુધી પહોંચવા પોલીસે તપાસ શરૂ કરી છે.રૂપેણ બંદર પરથી બોટ સાથે ઝડપાયેલા બે આરોપીઓને પોલીસે આજે કોર્ટમાં રજૂ કર્યા હતા.અને કેસની વધુ તપાસ માટે રિમાન્ડની માગ કરી હતી.જેને ધ્યાને રાખી કોર્ટે બંને આરોપીને રિમાન્ડ પર મોકલ્યાં છે. આગામી 20 નવેમ્બર સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.રિમાન્ડ દરમિયાન પોલીસ ડ્રગ્સ ક્યાંથી લાવ્યાં હતા અને ક્યાં લઇ જવાના હતા તે દિશામાં આરોપીઓની પૂછપરછ કરશે.આ પૂછપરછ દરમિયાન ડ્રગ્સ સાથે જોડાયેલા અન્ય લોકોના નામ પણ ખુલી શકે છે.

આરોપીઓની પુછપરછમાં અનેક ખુલાસા

આરોપીઓએ ડ્રગ્સની હેરાફેરી માટે ખાસ માછીમારી બોટની ખરીદી કરી હોવાનો પણ ખુલાસો થયો છે.પોલીસનું કહેવું છે કે, ડ્રગ્સની હેરાફેરી માટે સલીમ કારા અને અલી કારા દ્વારા દ્વારકાના રૂપેણ બંદરથી ફારૂકી નામની બોટની ખરીદી કરી હતી. સલીમ જશરાયા અને ઈરફાન જશરાયા નામના બે શખ્સો 29 ઓકટોબરે આ બોટ લઈ ડ્રગ્સનો જથ્થો લેવા માટે રવાના થયા હતા.બંને શખ્સો પાકિસ્તાની બોટ સાથે સંપર્ક કર્યો હતો અને પાકિ્સ્તાની બોટ પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવી માછીમારી જાળ નીચે છુપાવી દીધો હતો. મહત્વનું છે કે મહારાષ્ટ્રના શહેજાદની પૂછપરછમાં બે સપ્લાયર સલીમ કારા અને અલી કારાના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ આ બે વધુ શખ્સો સલીમ જશરાયા અને ઈરફાન જશરાયાની ધરપકડ થતા આ કેસમાં પોલીસે આત્યાર સુધીમાં કુલ 5 લોકોને ઝડપી પાડ્યા છે.

Next Video