DELHI: ટેરર ફંડિંગ મામલે આતંકી હાફીઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર

|

Feb 06, 2021 | 10:43 PM

DELHIની એક કોર્ટે આજે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડા મોહમ્મદ હાફિઝ સઈદ, કાશ્મીરી ઉદ્યોગપતિ ઝહુર અહેમદ શાહ વટાલી, અલ્તાફ અહમદ શાહ ઉર્ફ ફન્ટુશ અને નવલ કિશોર કપૂર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

DELHI: ટેરર ફંડિંગ મામલે આતંકી હાફીઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર

Follow us on

DELHIની એક કોર્ટે આજે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડા મોહમ્મદ હાફિઝ સઈદ, કાશ્મીરી ઉદ્યોગપતિ ઝહુર અહેમદ શાહ વટાલી, અલ્તાફ અહમદ શાહ ઉર્ફ ફન્ટુશ અને નવલ કિશોર કપૂર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. જમ્મુ-કાશ્મીરના ટેરર ​​ફંડિંગ કેસમાં EDના આક્ષેપો અંગે કોર્ટે સંજ્ઞાન લેતા આ તમામ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

 

કોર્ટે ઝહુર અહેમદ શાહ વટાલીની કંપની મેસર્સ ટ્રિસન ફાર્મ્સ એન્ડ કન્સ્ટ્રક્શન્સ પ્રાઈવેટ લિમિટેડને પણ આરોપી બનાવીને બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. 26/11ના મુંબઈ હુમલાનો મુખ્ય સૂત્રધાર આતંકવાદી હાફિઝ સઈદ પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે અને પોતાની જાસૂસી એજન્સી ISIને ચલાવે છે. જ્યારે વટાલી, ફન્ટુશ અને કપૂર ટેરર ફંડિંગ મામલે તિહાડ જેલમાં કેદ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણા આપવાનો આરોપ

પટિયાલા હાઉસ કોર્ટમાં EDના વિશેષ સરકારી વકીલ નિતેશ રાણાએ NIAના ન્યાયાધીશ પ્રવીણ સિંહની કોર્ટમાં કહ્યું કે હાફિઝ સઈદ દિલ્હીમાં ISI અને પાકિસ્તાન હાઈ કમિશન પાસેથી પૈસા લેતો હતો અને આ ભંડોળમાંથી કાશ્મીરમાં હુરિયત નેતાઓ, અલગાવવાદીઓ અને પથ્થર ફેંકનારાઓને નાણા આપવામાં આવ્યા હતા.

 

વટાલીએ દુબઈમાંથી ભંડોળ ભેગુ કર્યુ

EDના વિશેષ સરકારી વકીલ નિતેશ રાણાએ કોર્ટમાં જણાવ્યું કે નવલ કિશોર કપૂરે દુબઈમાં અજાણ્યા સ્ત્રોતોમાંથી પૈસા એકઠા કર્યા હતા અને તેને વટાલી અને તેની કંપની ટ્રાઈસન ફાર્મ્સ અને કન્સ્ટ્રક્શન પ્રા.લિ.ને આપ્યા હતા. વર્ષ 2018માં એન્ટિ-મની લોન્ડરિંગ તપાસમાં એજન્સીએ હાફીઝ સઈદ અને અન્ય લોકો સામે NIAની ચાર્જશીટના આધારે જમ્મુ-કાશ્મીરમાં PMLA એક્ટ હેઠળ હાફિઝ સઈદ અને અન્ય આરોપીઓ સામે તપાસ શરૂ કરી હતી.

 

આ પણ વાંચો: વિશ્વના 25 દેશો મેડ ઈન ઈન્ડિયા Corona વેક્સિનની રાહ જોઈ રહ્યા છે: વિદેશપ્રધાન એસ.જયશંકર

Next Article