Delhi: રહસ્યમય રીતે મૃત્યુ પામી 7 વર્ષની બાળકી, માતા-પિતાની સંમતિ વગર થયા અંતિમ સંસ્કાર, બાળાત્કાર થયાની શંકા

|

Aug 03, 2021 | 2:42 PM

રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલી 7 વર્ષની બાળકીનું તેના માતાપિતાની સંમતિ વિના કથિત રીતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. તેના માતા-પિતાએ બળજબરીથી અંતિમ સંસ્કાર અને બળાત્કાર થયાનો આરોપ લગાવ્યો છે.

Delhi: રહસ્યમય રીતે મૃત્યુ પામી 7 વર્ષની બાળકી, માતા-પિતાની સંમતિ વગર થયા અંતિમ સંસ્કાર, બાળાત્કાર થયાની શંકા
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Delhi: રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલી 7 વર્ષની બાળકીનું તેના માતાપિતાની સંમતિ વિના કથિત રીતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સગીર બાળકીના માતા-પિતાએ રાત્રે 10.30 વાગ્યે દિલ્હી છાવણીમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને તેના બળજબરીથી અંતિમ સંસ્કાર અને બળાત્કારનો આરોપ લગાવ્યો.

મૃતક બાળકીના માતા-પિતાએ આરોપ લગાવ્યો હતો કે, હત્યા પહેલા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. ઓલ્ડ નાંગલમાં રહેતા 200 જેટલા ગ્રામજનો સ્મશાનગૃહ પહોંચ્યા હતા જ્યાં બાળકીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

બાળકી સ્મશાનમાં ઠંડુ પાણી લેવા ગઈ હતી

પોલીસને જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, 7 વર્ષની બાળકી સાંજે 5.30 વાગ્યે તેની માતાને જાણ કર્યા પછી ઘરેથી નીકળી હતી. કારણ કે, તે સ્મશાનગૃહમાં વોટર કૂલરમાંથી ઠંડુ પાણી લાવવા માંગતી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તે જ દિવસે સાંજે 6 વાગ્યે સ્મશાનગૃહના પૂજારી રાધેય શ્યામ અને અન્ય બે-ત્રણ વ્યક્તિઓએ સગીરની માતાને ઘટનાસ્થળે બોલાવી અને તેને મૃતદેહ બતાવ્યો હતો. પુજારી અને તેના સહયોગીઓએ બાળકની માતાને જણાવ્યું કે, તે વોટર કૂલરમાંથી પાણી પીતી વખતે વીજળી પડતી હતી. તેઓએ છોકરીના ડાબા કાંડા અને કોણી વચ્ચે તેના બળવાના નિશાન પણ બતાવ્યા હતા. અહેવાલ મુજબ, જ્યારે તેની માતાને મૃતદેહ બતાવવામાં આવ્યો ત્યારે છોકરીના હોઠ પણ વાદળી હતા.

ત્યારબાદ પુજારીએ બાળકીની માતાને એવુ કહિને પીસીઆર કોલ ન કરવા માટે મનાવ્યા કે, પોલીસ કેસ દાખલ કરશે અને પોસ્ટમોર્ટમ દરમિયાન ડોકટરો તેના અંગો ચોરી લેશે. પુજારી અને તેના સહયોગીઓએ સગીરની માતાને કહ્યું કે, પોલીસને જણાવ્યા વિના તેનો અંતિમ સંસ્કાર કરવો વધુ સારો નિર્ણય હશે.

જોકે, બાળકીના માતા-પિતાએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ, ભારતીય દંડ સંહિતા (IPC) અને SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો. પોલીસે આ ઘટના સંદર્ભે ચાર લોકોની ધરપકડ કરી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : રેસલર સોનમ મલિક પહેલો જ મુકાબલો હાર્યા,પુરુષ હૉકી ટીમ પણ ફાઇનલમાં જગ્યા ન મેળવી શકી

આ પણ વાંચો: Parliament Monsoon Session: કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષની સંસદ સુધી સાયકલ માર્ચ, પી એમ મોદીએ કહ્યુ સંસદની ગરીમા જાળવી રાખો

Published On - 2:30 pm, Tue, 3 August 21

Next Article