Danish Siddiqui:તાલિબાને દાનિશની ક્રૂર રીતે હત્યા કર્યા બાદ ,SUV વડે માથું અને છાતીને કચડી નાખી!

|

Aug 03, 2021 | 1:10 PM

એક મિડીયામાં દાનિશ સિદ્દીકીની (Danish Siddiqui) હત્યાને લઈને અફઘાન અને ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સંબધિત માહિતી આપવામાં આવી છે.જેમાં દાનિશની હત્યા કર્યા બાદ તેને ભારે SUV થી તેના શરીરને કચડી નાખવામાં આવ્યું હતું.

Danish Siddiqui:તાલિબાને દાનિશની ક્રૂર રીતે હત્યા કર્યા બાદ ,SUV વડે માથું અને છાતીને કચડી નાખી!
Danish siddiqui (File Photo)

Follow us on

Danish Siddiqui: ભારતીય ફોટો જર્નાલિસ્ટ (Photo Journalist)દાનિશ સિદ્દીકીની હત્યાને બે અઠવાડિયા થઈ ગયા છે. અફઘાનિસ્તાનમાં યુદ્ધના સમાચાર વખતે દાનિશને તાલિબાન દ્વારા હત્યા કરવામાં આવી હતી.ત્યારે, હવે સિદ્દીકીના મૃતદેહના ફોટોગ્રાફ્સ અને એક્સ-રેની સાથે તેના મેડિકલ રિપોર્ટમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે.

તેનાથી પુષ્ટિ થઈ છે કે, દાનિશની ( Danish)નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેની હત્યા બાદ તેના મૃતદેહને નિર્દયતાથી ખેંચવામાં આવ્યો હતો. અને બાદમાં તેને ભારે વાહન દ્વારા કચડી નાખવામાં આવ્યો હતો.

ક્રોસ ફાયર દરમિયાન દાનિશને મારવામાં આવ્યો હતો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એક મિડીયામાં દાનિશ સિદ્દીકીની (Danish Siddiqui) હત્યાને લઈને અફઘાન અને ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સંબધિત માહિતી આપવામાં આવી છે. તેમના અનુસાર અફઘાન ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે, 12 ગોળીઓ દાનિશના શરીર પર વાગી હતી. નાના બુલેટ એન્ટ્રી પોઇન્ટ અને અનેક ઘા તેના શરીરમાં જોવા મળ્યા હતા. તેમને લાગેલી ગોળીઓ ધડ અને શરીરના પાછળના ભાગે વાગી. તેણે વધુમાં જણાવ્યું કે, દાનિશના શરીર પર ખેંચવાના નિશાન પણ મળી આવ્યા છે. હત્યા બાદ તાલિબાનોએ મૃતદેહને ક્રુર રીતે ખેંછ્યો હતો.ઉપરાંત હત્યા બાદ દાનિશનું માથું અને છાતી ભારે વાહન દ્વારા ઘણી વખત કચડી નાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે,ભારે SUV દાનિશના શરીરને કચડી નાખવામાં આવ્યું હતું.આપને જણાવવું રહ્યું કે, ક્રોસ ફાયર (Cross Fire)દરમિયાન દાનિશને ગોળી વાગી હતી.અને અફઘાન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ દાનિશ સિદ્દીકીની હત્યા અને ત્રાસની પુષ્ટિ કરી છે.

તાલિબાન વિરોધી પોસ્ટ દ્વારા ઉશ્કેરાયું તાલિબાન

અફઘાનિસ્તાનના યુધ્ધ દરમિયાન તાલિબાન રેડ યુનિટએ આર્મી યુનિટનો (Army Unit) પીછો કર્યો અને પછી અમુક સૈનિકો મસ્જિદમાં ઘૂસ્યા હતા.આ પછી તેણે અફઘાન સૈનિકોને મારવાનું શરૂ કર્યું. તે જ સમયે, દાનિશ સિદ્દીકીએ તાલિબાન સૈનિકોને કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય પત્રકાર છે. ત્યારબાદ તેણે પોતાનું આઈડી બતાવ્યું અને દાવો કર્યો કે તે અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર છે. તાલિબાનોએ તેમના આઈડી કાર્ડની તસવીરો ક્વેટામાં તેમના હેડક્વાર્ટરને મોકલી વધુ સૂચનાઓ માંગી. ત્યારબાદ તાલિબાને દાનિશની સોશિયલ મીડિયા પોસ્ટ્સ ચેક કરી અને તેની ટ્વિટર ફીડ સ્કેન કરી.

તેમના જણાવ્યા મુજબ દાનિશ અફઘાન દળો સાથે રહીને રિપોર્ટિંગ (Reporting) કરતો હોવાથી તાલિબાન હેડક્વાર્ટરએ દાનિશની હત્યાનો આદેશ આપ્યો. અને બાદમાં એક એસયુવી દ્વારા તેમના શરીરને કચડી નાખવામાં આવ્યું. દાનિશને 12 ગોળીઓ વાગી હતી અને તેને મસ્જિદની બહાર ખેંચવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનું બુલેટ પ્રૂફ (Bullet Proof) જેકેટ પણ કાઢવામાં આવ્યું હતું. આ ઘટનાની તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. દાનિશની હત્યા બાદ ભારતીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

 

આ પણ વાંચો: Exclusive: અફઘાન યુદ્ધમાં પાકિસ્તાન કરી રહ્યું છે પાછલા બારણે મદદ, સીક્રેટ જેલમાં બંધ કેદીઓ સાથે TV9 ભારતવર્ષની ખાસ વાતચીત

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ આપ્યું ચોંકાવનારું નિવેદન

Published On - 10:00 am, Tue, 3 August 21

Next Article