લગ્નની જીદ કરતી ગર્લફ્રેન્ડથી છુટકારો મેળવવા યુવકે બનાવ્યો ખતરનાક પ્લાન, 10 તોલા સોનું લૂંટીને યમુના નદીમાં મારી દીધો ધક્કો

|

Aug 03, 2021 | 5:28 PM

ગર્લફ્રેન્ડથી છુટકારો મેળવવા માટે યુવકેએ તેને યમુના નદીમાં ધકેલી દીધી અને તેની હત્યા કરી હતી. તેણે છેતરપિંડી કરીને યુવતી પાસેથી 10 તોલા સોનું લઈ લીધું હતું.

લગ્નની જીદ કરતી ગર્લફ્રેન્ડથી છુટકારો મેળવવા યુવકે બનાવ્યો ખતરનાક પ્લાન, 10 તોલા સોનું લૂંટીને યમુના નદીમાં મારી દીધો ધક્કો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

યુપીના સહારનપુરમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગર્લફ્રેન્ડથી છુટકારો મેળવવા માટે છોકરાએ તેને યમુના નદીમાં ધકેલી દીધી અને તેની હત્યા કરી હતી. યુવતી આંધ્રપ્રદેશના વિજયવાડાની રહેવાસી હતી. તે આરોપી સાથે લગ્ન કરવાની જીદ પર મક્કમ હતી. પરંતુ આસિફ જે પહેલેથી જ પરણિત હતો, તેણે છેતરપિંડી કરીને યુવતી પાસેથી 10 તોલા સોનું લઈ લીધું હતું. જ્યારે યુવતીએ આસિફ પર લગ્ન માટે દબાણ કર્યું ત્યારે તે તેને ફેરવવાના બહાને હથનીકુંડ બેરેજ પર લઈ ગયો. તક જોઈને તેણે ગર્લફ્રેન્ડને યમુનામાં ધકેલી દીધી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે, આસિફ યુવતીને વિજયવાડાથી સહારનપુર લાવ્યો હતો. પરિણીત હોવાથી તેણે આ યુવતીને ભાડાના મકાનમાં રાખી હતી. જ્યારે તેણે આસિફ સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે તેણે એમ કહીને ટાળી દીધું કે, તે પહેલા તેની પત્નીને છૂટાછેડા આપશે. આ પછી શાતિર આસિફે તેના મિત્ર સાથે આ યુવતીથી છુટકારો મેળવવા માટે એક ભયાનક પ્લાન બનાવ્યો.

ગર્લફ્રેન્ડને યમુનામાં માર્યો ધક્કો

સફાઈ કામદાર તરીકે કામ કરતો આસિફ તેને ફેરવવાના બહાને યમુના કિનારે લઈ ગયો. તક જોતા જ તેને પાણીમાં ધક્કો મારીને તે ભાગી ગયો હતો. જોકે હજુ સુધી પોલીસને યુવતીનો મૃતદેહ મળ્યો નથી. તસલીમાના ગુમ થવાનો કેસ પણ વિજયવાડામાં નોંધાયેલો છે. આંધ્રપ્રદેશ પોલીસે યુપી પોલીસ સાથે મળીને આસિફની ધરપકડ કરી હતી. એસએસપી ચીનપ્પાએ જણાવ્યું કે, આરોપીઓની ધરપકડ કરી હૈદરાબાદ પોલીસને સોંપવામાં આવ્યો છે. જ્યારે યુવતીના મૃતદેહની શોધખોળ ચાલુ છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

આસિફના મિત્ર તૈયબની ધરપકડ બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. કડક પૂછપરછ દરમિયાન તેણે સમગ્ર સત્ય જણાવી દીધું હતું. તે જ સમયે, પોલીસે આસિફની ધરપકડ કરી અને તેની પાસેથી તસ્લીમાના 10 તોલા સોનું જપ્ત કર્યું. આસિફે પોલીસ સમક્ષ તસ્લીમાને નદીમાં ધકેલી દેવાની કબૂલાત કરી છે.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : રેસલર સોનમ મલિક પહેલો જ મુકાબલો હાર્યા,પુરુષ હૉકી ટીમ પણ ફાઇનલમાં જગ્યા ન મેળવી શકી

આ પણ વાંચો: Parliament Monsoon Session: કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષની સંસદ સુધી સાયકલ માર્ચ, પી એમ મોદીએ કહ્યુ સંસદની ગરીમા જાળવી રાખો

Next Article