VIDEO : ધાર્મિક પ્રસંગમાં ભાન ભૂલ્યો એક શખ્સ, ચલણી નોટોના વરસાદ વચ્ચે કર્યું બે રાઉન્ડ ફાયરીંગ

ઝારેરા ગામે લોક ડાયરામાં એક શખ્સ ભાન ભૂલ્યો અને ચલણી નોટોના વરસાદ વચ્ચે બે રાઉન્ડ ફાયરીંગ કર્યું. હાલ ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ સક્રિય થઈ છે.

VIDEO : ધાર્મિક પ્રસંગમાં ભાન ભૂલ્યો એક શખ્સ, ચલણી નોટોના વરસાદ વચ્ચે કર્યું બે રાઉન્ડ ફાયરીંગ
firing during a lok dayro function in Devbhoomi
| Edited By: | Updated on: Feb 02, 2023 | 9:55 AM

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધાર્મિક પ્રસંગમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ઝારેરા ગામે લોક ડાયરામાં એક શખ્સ ભાન ભૂલ્યો અને ચલણી નોટોના વરસાદ વચ્ચે બે રાઉન્ડ ફાયરીંગ કર્યું.  હાલ ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ સક્રિય થઈ છે. SOGએ હાલ ફાયરિંગ કરનાર શખ્સની અટકાયત કરી છે. પોલીસે ફાયરિંગ શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ફાયરિંગ શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

તો આ તરફ સુરેન્દ્રનગરમાં લગ્ન પ્રસંગમાં જાહેરમાં ફાયરિંગ કરનારની ધરપકડ થઈ છે. ચોટીલાના ચોરવીરા ગામે પિતાના પરવાના વાળી બંદુકમાંથી પુત્રએ ફાયરિંગ કર્યું હતું. જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. પુત્રએ જાહેરમાં બાર બોરની બંદુકમાંથી ફાયરિંગ કર્યું હતું. જેના લીધે પોલીસે બંદુકનું લાયસન્સ ધરાવનાર પિતાની અને ફાયરિંગ કરનાર પુત્રની ધરપકડ કરી છે.

ઉપરાંત પોરબંદરમાં લાયસન્સવાળા હથિયાર લઈ જાહેરનામાનો ભંગ કરતા 4 શખ્સોની SOGએ ધરપકડ કરી લીધી છે. ઘટનાની વાત કરીએ તો લગ્નપ્રસંગમાં ખુલ્લેઆમ હથિયાર લઈને ફરતા રમેશ છલાણાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ ફોટોને લઇને SOGએ કડક કાર્યવાહી કરી  હતી અને SOGએ આરોપી રમેશ છેલાણા અને તેના બે ભાઈઓ તથા એક પિતરાઇ ભાઇને લાયસન્સવાળા હથિયાર સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Published On - 9:33 am, Thu, 2 February 23