Crime: મ્યુકરમાઈકોસીસના ઈન્જેક્શનની કાળાબજારી આવી સામે, અમરાઈવાડી પોલીસે યુવકની કરી ધરપકડ

|

Jun 09, 2021 | 10:46 PM

કાળા બજારી કરતો હિતેશ મકવાણા મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે. આ શખ્સ અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં રહે છે અને પોલીસે તેને મ્યુકર માઈકોસીસની બીમારીના ઈન્જેક્શનની કાળાબજારી કરતા રંગે હાથ ઝડપી લીધો છે.

Crime: મ્યુકરમાઈકોસીસના ઈન્જેક્શનની કાળાબજારી આવી સામે, અમરાઈવાડી પોલીસે યુવકની કરી ધરપકડ
આરોપી- હિતેશ મકવાણા

Follow us on

Ahmedabad: અમદાવાદમાં કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી પછી નવી મહામારી મ્યુકર માઈકોસીસ (Mucormycosis )ની સારવારમાં વપરાતા ઈન્જેક્શન (injection)ની કાળાબજારી સામે આવી છે. ત્યારે અમરાઈવાડી પોલીસે મ્યુકરમાઈકોસીસના ઈન્જેક્શનની કાળાબજારી કરતા ઈસમની ધરપકડ કરીને 42 ઇન્જેક્શન કબજે કર્યા છે.

 

કાળા બજારી કરતો હિતેશ મકવાણા મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે. આ શખ્સ અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં રહે છે અને પોલીસે તેને મ્યુકર માઈકોસીસની બીમારીના ઈન્જેક્શનની કાળાબજારી કરતા રંગે હાથ ઝડપી લીધો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

ઈસનપુરના વેપારીના મિત્રના સગાને બ્લેક ફંગસની સારવાર રાજકોટમાં ચાલતી હોવાથી આરોપીનો સંપર્ક થયો હતો અને તેણે વેપારીને 7 લાખ 97 હજાર રૂપિયામાં 42 ઈન્જેક્શન વેપારીને આપ્યા હતા. જે 42 ઈન્જેક્શનમાંથી 22 ઈન્જેક્શન દર્દીને આપવા છતાં દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો ન થતા તબિયત વધુ બગડતા વેપારીને શંકા જતા ફરિયાદ નોંધાઈ હતી.

 

વેપારીએ ફરિયાદ કરતા ઈન્જેક્શનનો જથ્થો પરીક્ષણ માટે રવાના કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે આરોપીને ઝડપી ઈન્જેક્શન રાખવા બાબતે કે વેચાણ કરવા બાબતે પરવાનગી માંગતા તેની પાસે કોઈ આધાર ન જણાતા પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતાં સામે આવ્યું કે આ ઈન્જેક્શન તેના મિત્ર નિતીન ઉર્ફે રાહુલ રાજસ્થાની પાસેથી મેળવ્યા હતા. જેથી આ સમગ્ર મામલે છેતરપિંડીનો ગુનો નોંધી અમરાઈવાડી પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

 

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી હિતેશ મકવાણાએ નર્સિંગનો અભ્યાસ કર્યો છે. તેમજ તે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં રહે છે, ત્યારે આરોપીએ વેપારી સિવાય અન્ય કેટલા લોકોને આ રીતે ઊંચી કિંમતે ઈન્જેક્શન વેચ્યા છે અને આપનાર નિતીન રાજસ્થાની અત્યારે ક્યાં છે તે તમામ દિશામાં પૂછપરછ હાથ ધરી છે.

 

આ પણ વાંચો : Banaskantha: ડિગ્રી વગરના ડોક્ટરોની વ્હારે આવ્યા દિયોદરના ધારાસભ્ય, કાર્યવાહી ન કરવા કરી વિચિત્ર માંગ

 

Next Article