સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

પોલીસ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવીએ દારૂના કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી બાઈક જમા ન કરવા તથા ખોટો કેસ ન કરવા માટે ખાનગી વ્યક્તિ મારફતે 10 હજારની લાંચ માગી હતી.

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Constable Shaktidan Gadhvi of Sarthana police station in Surat was caught taking bribe
| Edited By: | Updated on: Nov 14, 2021 | 12:03 PM

SURAT : દિવાળીની રજાઓ પૂરી થતાં જ ફરીથી સરકારી કર્મચારીઓએ લાંચ લેવાનું શરૂ કરી દીધું હોય તેમ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં નોકરી કરતો વર્ગ-3નો કર્મચારી શક્તિદાન દાજીદાન ગઢવીએ દારૂના કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી બાઈક જમા ન કરવા તથા ખોટો કેસ ન કરવા માટે ખાનગી વ્યક્તિ મારફતે 10 હજારની લાંચ માગી હતી. જો કે, 5 હજારમાં સમગ્ર મામલો નક્કી થયો અને રૂપિયા લેતી વખતે શક્તિદાન ગઢવી એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. જેથી એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ફરીયાદી અગાઉ વિદેશી દારૂના કેસમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો. જેથી શક્તિદાન દાજીદાન ગઢવી, અ.હે.કોન્સ., બ.ન. 642, નોકરી સર્વેલન્સ સ્ટાફ, સરથાણા પોલીસ સ્ટેશન, સુરત શહેર, વર્ગ- 3એ જે તે મોટર સાયકલ જમા લીધી હતી. બાદમાં ફરીયાદી ઉપર ખોટો દારૂનો કેસ કરવાની વાત કરી હતી.

બાદ આ કામના આરોપી શક્તિદાન ગઢવીએ આરોપી રઘુભાઇ ગલાણી, ખાનગી વ્યક્તિ સાથે મળી ફરીયાદીને જણાવ્યું હતું કે, તારા વિરુદ્ધ દારૂનો કેસ નહીં કરવા અને મોટર સાયકલ પરત કરવાના આ કામના આરોપી શક્તિદાન ગઢવી સાથે વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર પેટે પ્રથમ 10 હજારની લાંચની માંગણી કરીહતી.

બાદમાં રકઝકના અંતે 5 હજારની લાંચ નક્કી કરાઈ હતી.દારૂના કેસમાં પકડાયેલ આરોપી રૂપિયા આપવા માગતો ન હોવાથી એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)નો સંપર્ક કર્યો હતો. જેથી વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશને વલસાડના ટ્રેપિંગ અધિકારી ડી.એમ.વસાવાની આગેવાનીમાં ટીમ બનાવીને વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં ફરિયાદી લસકાણા પોલીસ ચોકીની બાજુમાં આરોપી શક્તિદાન ગઢવીને 5 હજાર રૂપિયા આપતા રંગે હાથ ઝડપાયો હતો. જ્યારે રઘુ ગલાણીને આ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હાલ ACBએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ

આ પણ વાંચો : Ahmedabad: SVP હોસ્પિટલ વધુ એક વિવાદમાં, કર્મચારીઓને છૂટા કરી દેવાતા બીજા દિવસે પણ વિરોધ