Breaking News : બિઝનેસ માટે ગોવા બોલાવીને ગુજરાતના વેપારીઓને હનીટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર, ગુજરાતની બે યુવતી-એક યુવકની ધરપકડ, જુઓ Video

|

Aug 29, 2023 | 1:35 PM

પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે ગુજરાતની રહેવાસી આ મહિલાઓએ ગોવાના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં અનેક લોકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ સ્ટેશનોમાં મહિલાઓએ પોતે પીડિતા હોવાનો ડોળ કર્યો હતો.

Breaking News : બિઝનેસ માટે ગોવા બોલાવીને ગુજરાતના વેપારીઓને હનીટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર, ગુજરાતની બે યુવતી-એક યુવકની ધરપકડ, જુઓ Video

Follow us on

Ahmedabad : ગોવામાં ગુજરાતના વેપારીઓને ગુજરાતની જ બે યુવતીઓ હનીટ્રેપમાં (Honeytrap) ફસાવતી હોવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. આ મહિલાઓ સોશિયલ મીડિયા (Social media) પર વેપારીઓનો સંપર્ક કરતી અને બિઝનેસ મીટિંગના નામે ગોવા બોલાવી હોટલમાં લઈ જતી અને હનીટ્રેપમાં ફસાવી વેપારી સામે FIR કરતી અને ત્યારબાદ વેપારીને બ્લેકમેલ (Blackmail) કરી લાખો રૂપિયા પડાવતી હતી. ગોવાની કલંગુટ પોલીસે બંને યુવતીઓ અને એક યુવકની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતના વેપારી કિરણ પટેલે ગોવાના કલંગુટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ પ્રમાણે 2 મહિલાઓ બળજબરી દુષ્કર્મનો આરોપ લગાવીને બ્લેકમેઈલ કરતી હતી અને 2 લાખની ખંડણી વસૂલી હતી. પોલીસે બે મહિલાઓ સામે ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો-Rajkot Video : રાજકોટની ખાનગી શાળાઓમાં હવે બાળકો સાથે વાલીઓને પણ રહેવુ પડશે શિસ્તમાં, નાઈટડ્રેસ, ટૂંકા વસ્ત્રોમાં શાળા કેમ્પસમાં નહી મળે પ્રવેશ

મહિલાઓએ ગોવાના પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ

પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે ગુજરાતની રહેવાસી આ મહિલાઓએ ગોવાના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં અનેક લોકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ સ્ટેશનોમાં મહિલાઓએ પોતે પીડિતા હોવાનો ડોળ કર્યો હતો. દરેક FIRમાં એક જ વાતનો ઉલ્લેખ હતો કે, સોશિયલ મીડિયા પર દોસ્તી કરીને મીટિંગના નામે તેમને હોટલમાં બોલાવવામાં આવી અને હોટલમાં એક જ રૂમ બૂક કરાવી તેમનું શારીરિક શોષણ કરાયું. દરેક જગ્યાએ એજ પ્રકારની ફરિયાદ સામે આવતાં પોલીસને મહિલાઓ પર શંકા ગઈ હતી. પોલીસે બંનેની અટકાયત કરીને કડકાઈથી પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

મહિલાઓ કોર્પોરેટ સેક્ટર સાથે જોડાયેલી હોવાનું ખુલ્યુ

તપાસમાં સામે આવ્યું કે બંને મહિલાઓ કોર્પોરેટ સેક્ટર સાથે જોડાયેલી છે. તેઓ રોકાણ અને બિઝનેસ મીટિંગના નામે લોકો સાથે દોસ્તી કરતી હતી અને પછી મોટી હોટલમાં બોલાવીને પોતે જ એક રૂમ બૂક કરાવીને જણાવતી હતી કે બીજો રૂમ ઉપલબ્ધ નથી. ત્યારબાદ મોડી રાત્રે જાતે જ વેપારીઓ સાથે શારીરિક સંબંધ બાંધતી અને બીજા દિવસે પોતાના અંડર ગારમેન્ટ પર લાગેલા સિમેંસને પુરાવા સાથે પોલીસ સ્ટેશને જતી અને FIR દાખલ કરાવતી હતી. પોલીસ પણ સ્વાભાવિક રીતે તેમના પુરાવા મેડિકલ તપાસ માટે મોકલી આપતી અને તપાસમાં કપડાં પર સીમેંસના પુરાવા મળતાં આરોપીઓની ધરપકડ કરાતી હતી.

રૂપિયાની લાલચુ બંને મહિલાઓ FIRની સાથે વેપારીઓને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દેતી હતી અને લાખો રૂપિયા વસૂલતી હતી. બંને મહિલાઓ ગુજરાતની રહેવાસી છે અને મોટેભાગે તે ગુજરાતના વેપારીઓને ફસાવતી હતી. તેમની સાથે એક પુરૂષ પણ આ રેકેટમાં સંડોવાયેલો છે. જે યુવતીઓને મોટા વેપારીઓ શોધી આપતો હતો. જેથી તેમને ટાર્ગેટ કરવામાં સરળતા રહે. પોલીસે યુવતીઓનો સાથ આપનાર શખ્સની પણ ધરપકડ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:36 pm, Tue, 29 August 23

Next Article