CHHOTA UDEPUR : બોડેલીની સગીરાનું પ્રેમીએ અપહરણ કરી રાજકોટ લઈ જઈ દુષ્કર્મ આચર્યું

CHHOTA UDEPUR : બોડેલીની સગીરાનું પ્રેમીએ અપહરણ કરી રાજકોટ લઈ જઈ દુષ્કર્મ આચર્યું

| Edited By: | Updated on: Nov 06, 2021 | 8:59 AM

બોડેલીની હાઈસ્કૂલમાં સગીરા પરીક્ષા આપવા માટે ગઈ હતી ત્યારે યુવકે તેના મિત્રો સાથે મળીને સગીરાનું અપહરણ કર્યું હતું

CHHOTA UDEPUR : છોટાઉદેપુરના બોડેલી નજીકના ગામમાં રહેતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. સગીરા સાથે યુવકે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કરી હતી. બોડેલીની હાઈસ્કૂલમાં સગીરા પરીક્ષા આપવા માટે ગઈ હતી ત્યારે યુવકે તેના મિત્રો સાથે મળીને સગીરાનું અપહરણ કર્યું હતું… ત્યારબાદ સગીરાને લગ્નની લાલચ આપીને રાજકોટના ભડલી ગામની સીમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. 2 દિવસ બાદ યુવકે સગીરાને રાજકોટના ભડીયાદ બસ સ્ટેન્ડ પર છોડી દીધી હતી. સગીરાએ માતા-પિતાનો સંપર્ક કરીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. સગીરાના માતા-પિતાએ સમગ્ર મામલે રાજકોટના વીંછીયા ગામમાં બે ઈસમો સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : SURENDRANAGAR : વઢવાણના ફુલગ્રામમાં ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું, બાળકની તબિયત લથડતા રાજકોટ સિવિલ ખસેડાયું

આ પણ વાંચો : Sanjeev Kumar Death Anniversary: સંજીવ કુમારને હંમેશા લાગતું હતું કે તેઓ વધુ જીવી શકશે નહીં, આ કારણે તેઓ જીવનભર રહ્યા કુંવારા