
સીઝર ગાસ્ટેલમ પોતાના મિત્રો સાથે એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટની બહાર લાઇવસ્ટ્રીમ કરી રહ્યો હતો. તે દરમિયાન હેલ્મેટ પહેરેલા બે હુમલાખોર મોટરસાઇકલ પર ત્યાં પહોંચ્યા. લાઇવસ્ટ્રીમના વીડિયોમાં જોવા મળે છે કે મોટરસાઇકલ પરથી એક હુમલાખોરે સીધી ગાસ્ટેલમ પર ગોળીબાર કર્યો અને બાદમાં બંને હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયા. વીડિયોમાં ગાસ્ટેલમ પોતાના બે મિત્રો સાથે પાર્કિંગમાં હસતા અને વાતચીત કરતા જોવા મળે છે. આ દરમિયાન હુમલાખોરો આવ્યા અને ગોળીબાર કરીને ભાગી ગયા.
આ હુમલો સ્થાનિક પ્રોસિક્યુટરની કચેરીથી થોડા જ અંતરે અને ભારે ટ્રાફિક દરમિયાન થયો હતો. સિનોલોઆ રાજ્ય પોલીસે ગાસ્ટેલમના મોતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું છે કે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ હત્યા ડ્રગ કાર્ટેલ સંબંધિત હિંસા સાથે જોડાયેલી હોઈ શકે છે. જોકે, કોઈ ચોક્કસ ગુનાહિત સંગઠનનું નામ લેવામાં આવ્યું નથી. મેક્સિકોની સુરક્ષા કેબિનેટ અને સ્થાનિક પ્રોસિક્યુટરોએ જણાવ્યું છે કે તપાસ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ગાસ્ટેલમે અગાઉ સોશિયલ મીડિયા પર એક ગુનાહિત સંગઠનનો ઉલ્લેખ કરતા કેટલાક વીડિયો પણ પોસ્ટ કર્યા હતા.
⚠️ STRONG IMAGES WARNING ⚠️Mexican influencer César Gastélum was reportedly killed on Tuesday night in the Tres Ríos area of Culiacán,
Sinaloa.According to initial reports, he was attacked by armed individuals while conducting a live broadcast on social media.
Authorities are… pic.twitter.com/wLINPaw3BZ
— GFN (@GFNIND) August 5, 2026
મેક્સિકોની રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેઇનબાઉમે આ ઘટનાની નિંદા કરી છે. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, આ હત્યા કેમ થઈ તે જાણવું જરૂરી છે અને જવાબદારોને કાયદા સામે લાવવા જોઈએ.
Conexión Indigo | Claudia Sheinbaum aseguró que el gobierno investiga el ataque en contra del creador de contenido César Gastélum.
Los detalles con @JMRivaPalacio pic.twitter.com/kN9WjzotTh
— Reporte Índigo (@Reporte_Indigo) August 6, 2026
સીઝર ગાસ્ટેલમ મેક્સિકોનો જાણીતો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતો. તેના TikTok પર આશરે 6.5 લાખથી વધુ ફોલોઅર્સ હતા. જ્યારે Instagram સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેની મોટી ફેન ફોલોઇંગ હતી. તે પોતાને ઘણીવાર બ્લિકો (Blico) તરીકે ઓળખ આપતો હતો. જે શબ્દ મેક્સિકોના કાર્ટેલ સબકલ્ચર સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેના સોશિયલ મીડિયા પર મુખ્યત્વે મેક્સિકન રિજનલ મ્યુઝિક પર આધારિત કોમેડી અને મનોરંજનના વીડિયો જોવા મળતા હતા.
Published On - 3:12 pm, Thu, 6 August 26