Breaking News : સુરતના સચિનમાં બે વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરના કેસમાં આરોપીને ફાંસીની સજા

સુરતના સચિન વિસ્તારમાં 5 મહીના પહેલા બે વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં સુરતની કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. ત્યારે આજે આરોપીને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે.

Breaking News : સુરતના સચિનમાં બે વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરના કેસમાં આરોપીને ફાંસીની સજા
Surat Crime
| Edited By: | Updated on: Aug 02, 2023 | 3:02 PM

Surat : સુરતના સચિન વિસ્તારમાં 5 મહીના પહેલા બે વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં અગાઉ સુરતની કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. ત્યારે આજે આરોપીને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે.

સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરનાર આરોપીને સુરત કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. આરોપીએ 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. સુરતના સચિન વિસ્તારમાં 5 મહિના પહેલા આ બનાવ બન્યો હતો.

આ પણ વાંચો Surat : મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં, મનપાની આરોગ્ય ટીમે રૂ.28 લાખનો દંડ વસૂલ્યો

સુરતના સચિન સ્થિત ક્પલેઠા વિસ્તારમાં રહેતા એક પરિવારની બે વર્ષીય બાળકીને તેના પિતાનો મિત્ર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ 27 ફેબ્રુઆરીના રોજ બાળકીને રમાડવા આવ્યો હતો અને બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો. બાળકી મોડે સુધી ઘરે પરત નહી આવતા પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી અને બનાવની જાણ પોલીસને કરી હતી. બનાવની ગંભીરતા જોઈ પોલીસ તપાસમાં જોડાઈ હતી દરમ્યાન બાળકીની લાશ બંધ મકાનના કમ્પાઉન્ડમાંથી મળી આવી હતી.

આ ઘટનામાં આરોપી ભાગવામાં સફળ રહે તે પહેલા જ પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીને ઝડપી માત્ર 11 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપીના મોબાઈલમાંથી 200 જેટલા બિભત્સ ફોટો મળી આવ્યા હતા.

આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. બે વર્ષની બાળકી સાથે નરાધમે પેટના ભાગે બચકા ભર્યા હતા. ત્યારે 5 મહિનામાં જ આ કેસ સુરતની કોર્ટમાં ચાલી ગયો હતો. આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. આ બનાવમાં આજે આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. 5 મહિના કેસ કોર્ટમાં ચાલ્યો અને ચુકાદો આવ્યો છે.

ધરપકડ બાદ ખુબ જ ઝડપી રીતે વૈજ્ઞાનિક ઢબે તમામ પુરાવા ભેગા કરવામાં આવ્યા હતા. મેડીકલ પુરાવા, એફએલ પુરાવા, બધી ટેકનીકલ રીતે પણ તપાસ કરવામાં આવી હતી. આ બનાવ ખુબ જ ગંભીર હતો. આ કેસમાં ડીસીપી ભાવના પટેલની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી.

જેમાં એસીપી સહિતના અધિકારીઓ પણ હતા. આ કેસમાં 11 દિવસમાં 413 પાનાની ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. આ ઝડપી ચાર્જશીટ કરવામાં એફએલએલ અને મેડીકલ ટીમની કામગીરીની પણ ખાસ નોંધ લેવાઈ. જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ પણ વિશેષ રીતે ધ્યાન આપીને આ કેસમાં ખુબ જ મેહનત કરી હતી. પરિણામે આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ ફાંસીની સજા નામદાર કોર્ટ દ્વારા ફરમાવી છે.

આ ઉપરાંત બાળકીના પરીવારને 10 લાખની સહાય પણ આપવામાં આવી છે. આ ફાંસીની સજાનો ચુકાદો સમાજમાં એક દાખલા રૂપ ચુકાદો છે. જેના થકી લોકોને ન્યાયતંત્ર પર વિશ્વાસ વધશે તેમજ જે લોકોના મગજમાં વિકૃતિ છે તેઓને બોધપાઠ પણ મળશે તેના મગજમાં કાયદો અને ન્યાયતંત્રની બીક પણ રહેશે

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં વર્ષ 2022 અને 23માં સુરત સીટી પોલીસ દ્વારા સફળ તપાસ અને જિલ્લા સરકારી વકીલ દ્વારા નામદાર કોર્ટમાં ધારદાર દલીલોના પરિણામે અત્યાર સુધીમાં કુલ 7 ફાંસીના ચુકાદાઓ આવ્યા છે. આ ઉપરાંત આજીવન કેદના પણ 6  કેસમાં ચુકાદા આવ્યા છે અને 23 કેસોમાં 20 વર્ષની કેદનો ચુકાદો આવ્યો છે. પોલીસ, ન્યાય તંત્રની ધાક સમાજમાં હોવી જોઈએ, ખોટું કરવા વાળા ગુનેગારોના મગજમાં આ વસ્તુ સ્પસ્ટ થવી જોઈએ કે ખોટું કરશો તો કાયદો કાયદાનું કામ કરશે અને ગંભીર પરિણામો કાયદા મુજબ ભોગવવાની તૈયારી રાખવી પડશે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:11 pm, Wed, 2 August 23