સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ, કલોલના નિવૃત નાયબ મામલતદાર સામે 30 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ

|

Jan 20, 2021 | 8:50 PM

ગુજરાત ACBના ઈતિહાસમાં સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયો છે. કલોલના નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે 30 કરોડનો અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયો છે.

ગુજરાત ACBના ઈતિહાસમાં સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયો છે. કલોલના નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે 30 કરોડનો અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયો છે. ACBની તપાસમાં ભેદ ખુલ્યા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે. 30 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું ACBની તપાસમાં સામે આવ્યું છે. ACBને તપાસમાં 30 જેટલા બેન્ક એકાઉન્ટ, 3 ફ્લેટ, 2 બંગ્લા, 11 દુકાનો, 1 ઓફિસ, 2 પ્લોટ, 11 લક્ઝુરિયસ ગાડીઓ સામે આવી છે.

 

 

 

આ પણ વાંચો: ફેક સાઈટ! લાખોની છેતરપિંડી કરનાર ગુજરાતીને મુંબઈ પોલીસે ઝડપ્યો

 

Next Video