ફેક સાઈટ! લાખોની છેતરપિંડી કરનાર ગુજરાતીને મુંબઈ પોલીસે ઝડપ્યો

જો તમને વેબસાઈટ થકી શોપીંગનો ચસકો હોય તો સાવધાન થઈ જજો. કારણ કે, મુંબઈ સાઈબર પોલીસે એક એવા ગુજરાતી શખ્સને ઝડપી પાડ્યો છે.

ફેક સાઈટ! લાખોની છેતરપિંડી કરનાર ગુજરાતીને મુંબઈ પોલીસે ઝડપ્યો
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 20, 2021 | 6:55 PM

જો તમને વેબસાઈટ થકી શોપીંગનો ચસકો હોય તો સાવધાન થઈ જજો. કારણ કે, મુંબઈ સાઈબર પોલીસે એક એવા ગુજરાતી શખ્સને ઝડપી પાડ્યો છે. જે ફેક વેબસાઈટ થકી લોકોને છેતરતો હતો. આ ઠગ આઈટી એક્સપર્ટ છે અને મૂળ ગુજરાતનો છે. જેની ગેરકાયદેસર પ્રવૃતિઓ અંગે જાણ થતાં મુંબઈ સાઈબર પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

તપાસમાં માલૂમ થયું છે કે આ ઠગ ફેક ઓનલાઈન શોપીંગ રેકેટ ચલાવતો હતો. તેના માટે થઈને તે નકલી વેબસાઈટ ચલાવતો હતો. જે વેબસાઈટ થકી તે ઘર વપરાશની ચીજ વસ્તુઓ વેચતો હતો. અત્યાર સુધીમાં આ ઠગે 22 હજાર કરતા વધુ લોકો સાથે 70 લાખ રૂપિયાની ઠગાઈ આચર્યાનું સામે આવ્યું છે. જેની જાણકારી મુંબઈ પોલીસે ટ્વીટ કરીને આપી છે.

આ પણ વાંચો: ATAL TUNNELમાં હવે નિયમ તોડયા તો થશે કાર્યવાહી, પ્રવાસીઓ સાથે પોલીસની પણ બધી ગતિવિધિઓ થશે રેકોર્ડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">