Surat માં ડ્રગ્સની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ,ક્રાઇમ બ્રાન્ચે 8 લાખના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ કરી

|

Jun 10, 2021 | 7:15 PM

સુરતમાં નશીલા પદાર્થનો કારોબાર ધીરેધીરે સતત વધી રહ્યો છે.સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુંબઈની એક મહિલા સહિત 4 ઇસમોને 8 લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

Surat માં ડ્રગ્સની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ,ક્રાઇમ બ્રાન્ચે 8 લાખના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ કરી
સુરત ક્રાઇમ બ્રાન્ચે 8 લાખના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ કરી

Follow us on

સુરત (Surat)માં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ(Drugs)અને નશીલા પદાર્થનો કારોબાર વધી રહ્યો છે. જેમાં સુરતમાં ડ્રગ્સનો જથ્થો સતત પકડાઈ રહ્યો છે અને આરોપી પણ યુવા વર્ગના જોવા મળી રહ્યા છે. તેમજ સુરતમાં નશીલા પદાર્થનો કારોબાર ધીરેધીરે સતત વધી રહ્યો છે.સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુંબઈની એક મહિલા સહિત 4 ઇસમોને 8 લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

ચાર આરોપીઓ પાસેથી  કિંમતી MD ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ

સુરત (Surat) ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત ચાર આરોપીઓ પાસેથી  કિંમતી MD ડ્રગ્સ(Drugs)ના જથ્થા સાથે ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ આ ડ્રગ્સની હેરાફેરી કરતા લોકો અને ટોળકીની વોચમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસના પીએસઆઇ ડી. એમ. રાઠોડની ટીમને માહિતી મળી હતી કે મુંબઈથી એક કારમાં કેટલાક ઈસમો ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ચાર લોકો મુંબઈથી આ ડ્રગ્સ લાવી સુરત વેચવાના હતા

ત્યારે ડીંડોલીના ટી પોઇન્ટ ચાર રસ્તા પાસે શંકાસ્પદ કારણે રોકી તપાસ કરતા 7900 ગ્રામ MD ડ્રગ્સ(Drugs) મળી આવ્યું હતું. આ કારમાં એક મહિલા પણ સવાર હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આ મહિલા સહિત ચાર લોકો મુંબઈથી આ ડ્રગ્સ લાવી સુરત વેચવાના હતા. આ લોકો પાસે જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત ૧૨.૨૭ લાખ થવા પામે છે.

સુરત ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરેલા આરોપીના નામ

( ૧ ) કમલેશ શાંતીલાલ દુગડ ( જૈન ) ઉ.વ. ૩૮ ધંધો- જમીન દલાલી –  મુળ ૧૮૩ , મહાવીરનગર , જુના બસ સ્ટેન્ડ પાસે , પાલી તા.જિ. પાલી.( રાજસ્થાન )
( ૨ ) વિકાસકુમાર ઉર્ફે વીક્કી હસમુખભાઇ પટેલ
( ૩ ) કિષ્ણાદા સુરેશચંદ્ર દુબે ( દીવેદી )
( ૪ ) પુજા D/O રાજેશ્વર મોહન ગુપ્તા – પુના મહારાષ્ટ્ર મુળ . નાગોલગામ , દાનાપુર જિ . પટના ( બિહાર )

મિત્રો સાથે મળી આ ડ્રગ્સના વેપારમાં ઝંપલાવ્યું

આમ સુરત(Surat)માં વધી  રહેલા ડ્રગ્સના ચલણને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે MD ડ્રગ્સ સાથે ચાર લોકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ કમલેશ શાંતિલાલ દુગડ સાડીનો વેપાર કરતા હતા પણ છેલ્લા ઘણા સમયથી આ વેપાર ન હોવાથી તેમના મિત્રો સાથે મળી આ ડ્રગ્સના વેપારમાં ઝંપલાવ્યું હતું.

તેમણે મુંબઈથી ડ્રગ્સ લાવવાનું શરૂ કર્યું હતું ત્યારે મુંબઈના એક બારમા કમલેશના મિત્ર ક્રિષ્નાદત દુબે સાથે એક મહિલા પૂજા ગુપ્તા સાથે કોન્ટેક થયો અને આ વેપારમાં આ પૂજા પણ જોડાઇ હતી. આમ છેલ્લા એક વર્ષથી આ લોકો સાથે મળીને મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચતા હતા.

સતત એક વર્ષથી લાવતા હતા

હાલમાં તો પોલીસ સામે આ લોકો એવું કહી રહ્યા છે કે અમે પોતાના સેવન માટે ડ્રગ્સ લાવતા હતા પણ આટલા પ્રમાણ ડ્રગ્સ કેમ લાવતા હતા અને સતત એક વર્ષથી લાવતા હતા.તેથી અનેક શંકાઓ સેવવામાં આવી રહી છે.હાલમાં તો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 79 ગ્રામ ડ્રગ્સ જેની કિંમત 7 લાખ 90 મળી કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ ડી એમ રાઠોડ દ્વારા કરવામાં આવી રહી છે વધુમાં સુરતમાં ક્યાં ક્યાં આ જથ્થો આપવામાં આવતો તે તમામ બાબતોની વિગતો ભેગી કરી વધી તપાસ કરવામાં આવી છે. જેના માધ્યમથી સુરતના સ્થાનિક દલાલો અને ડિલરો સુધી પહોંચવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

Published On - 7:13 pm, Thu, 10 June 21

Next Article