ભરૂચ: પરિવારના નાના બાળકને વિદ્યાના નહીં પણ ચોરીના પાઠ ભણાવનાર ત્રિચી ગેંગને પોલીસે ઝડપી પાડી

|

Oct 20, 2020 | 6:26 PM

નાના બાળકની મદદથી ચોરીના ગુનાને અંજામ આપતી ટોળકીના ત્રણ સાગરીતોને ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. ભરૂચ અને સુરતમાં છેલ્લાં 10 મહિનામાં કાર-રીક્ષમાંથી રૂપિયા ભરેલી બેગ અને સામાનની ચોરી કરનારી ત્રીચી ગેંગની પુછ્પરછથી અનેક ગુનાઓના ભેદ ઉકેલવાની આશા સેવાઈ રહી છે. ભરૂચના જીએનએફસી રોડ પર ત્રણ દિવસ પહેલાં એક શખ્સે તેની કાર રોડ પર […]

ભરૂચ: પરિવારના નાના બાળકને વિદ્યાના નહીં પણ ચોરીના પાઠ ભણાવનાર ત્રિચી ગેંગને પોલીસે ઝડપી પાડી

Follow us on

નાના બાળકની મદદથી ચોરીના ગુનાને અંજામ આપતી ટોળકીના ત્રણ સાગરીતોને ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. ભરૂચ અને સુરતમાં છેલ્લાં 10 મહિનામાં કાર-રીક્ષમાંથી રૂપિયા ભરેલી બેગ અને સામાનની ચોરી કરનારી ત્રીચી ગેંગની પુછ્પરછથી અનેક ગુનાઓના ભેદ ઉકેલવાની આશા સેવાઈ રહી છે. ભરૂચના જીએનએફસી રોડ પર ત્રણ દિવસ પહેલાં એક શખ્સે તેની કાર રોડ પર પાર્ક કરીને નજીકની દુકાનમાં ગયાં હતાં, તે વેળાં તેમની કારમાંથી 80 હજાર રૂપિયા ભરેલી બેગ ચોરી થઈ ગઈ હતી. બનાવની ફરિયાદ સી ડિવિઝન પોલીસને કરવામાં આવતા શહેરના મુખ્ય માર્ગો ઉપર નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત લગાવયેલાં સીસીટીવીના ફૂટેજની તપાસ શરુ કરાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

પોઈન્ટ ટૂ પોઈન્ટ તપાસ હાથ ધરતાં બે બાઈક પર બાળક સહીત ચાર લોકોએ ગુનાને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં એક બાળક કાર પાસે ઉભો રહે છે. અન્ય એક શખ્શ પોતાની કુનેહથી કારનો દરવાજો ખોલી રવાના થઈ જાય છે. દરવાજો ખુલી જતા નજીકમાં ઉભેલો બાળક ચોકસાઈપૂર્વક કારમાંથી રૂપિયા ભરેલ બેગ લઈ બાઈક ઉપર સાગરીતો સાથે ફરાર થઈ જાય છે. આ આખી ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં નજરે પડતા બાઈકના નંબરના આધારે તપાસ શરૂ કરાઈ હતી. બાઈકની ઓળખ થઇ જતા પોલીસે ફૂટેજમાં નજરે પડતા આરોપીઓ સાગરીતો સુભ્રમણ્યમ નાયડુ, દિપક નાયડુ તેમજ રમેશ સુરેશ નાયડુને ઝડપી પાડ્યા હતાં. પુછપરછમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે તેમણે ભરૂચમાં 3, અંક્લેશ્વરમાં 2, નવસારીમાં 1 અન કામરેજ ખાતે 1 એમ કુલ 7 જેટલી ચોરીનીની ઘટનાઓને અંજામ આપ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભરૂચના DYSP વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે ત્રિચી ગેંગ વાહનોને નિશાન બનાવે છે. આ ગેંગ રેકી કરી વાહન થોભે ત્યારે સીટ ઉપર પડેલ બેગ બાળકની મદદથી તફડાવે છે. ગુનો કરતા બાળક ઝડપાઈ જાય તો અન્ય સાગરીતો ફરાર થઇ જાય છે. બાળક ઉપર કોઈ જોરજબરદસ્તી કરાતી ન હોવાથી ગેંગના અન્ય સભ્યોના ઝડપવાનો ભય ઓછો રહે છે. પોલીસે બાઇકના ફૂટેજની કડીના આધારે આખી ગેંગને ઝડપી પાડી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article