Bharuch: હિંદુઓના ઘર માટે લાલચ આપ્યાનો કેસ, મકાન માલિક અને આરોપીની કથિત ચેટ આવી સામે

|

Nov 22, 2021 | 5:19 PM

Bharuch: શહેરમાં હિન્દુઓને ઘર વેચી ચાલ્યા જવાની લાલાચ આપવાના મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. માહિતી મુજબ મકાન માલિકને એક એક કરોડની ઓફર પણ કરવામાં આવી છે.

Bharuch: શહેરના હાથિખાના બજાર વિસ્તારમાં હિન્દુઓને (Hindu selling home) ઘર વેચી ચાલ્યા જવાની લાલાચ આપવાના મામલે ફરિયાદ (Complaint) નોંધવામાં આવી છે. A ડિવિઝન પોલીસ મથકે મેસેજ કરનારા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અહીં ઉલ્લેખનિય છે કે, હિન્દુઓને ઘર વેચી જવા માટે 1 કરોડથી વધુની રકમની લાલચ આપવામાં આવી હતી. અશાંતધારામાં આવતા મકાન વેચવાની ઓફર કરી હિન્દુ મુશ્લિમ વચ્ચે વિવાદ ઉભો કરવા બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ મેસેજ વિદેશથી કરવામાં આવ્યા હતા. સાથે જ કોલ પણ કરવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસે કલમ 153 -ક મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે ભરૂચના કાંકરિયામાં મુસ્લિમ ધર્માંતરણના વિવાદ વચ્ચે ભરૂચ શહેરમાં હિંદુઓને ઘર વેચી ચાલ્યા જવાના  મુદ્દે વિવાદ વધ્યો હતો. તો આ મામલે આરોપી અને મકામ માલિકની કથિત ચેટ સામે આવી છે.

મકાન માલિક -તેમે કોણ?
આરોપી – હું કોણ છું તેનાથી તમારે શું મતલબ તમારે ઘર વેંચવાનું છે?
મકાન માલિક – હા
આરોપી – તમે પૈસાથી મતલબ રાખો
મકાન માલિક – ઓકે
આરોપી – પ્રાઈજ કરતા વધારે આપુ તો તમને કંઈ પ્રોબલ્મ છે?
આરોપી – બોલો વેચવું છે ?
મકાન માલિક – હા
આરોપી – પ્રાઈજ ?
મકાન માલિક – 75 લાખ
આરોપી – 1 કરોડ હું આપવા રેડી છું, પણ હું મુસ્લિમ છું.
આરોપી – તમારે ન વેચવું હોય વાંધો નહિં પણ મારો નંબર કોઈને ન આપતા.
મકાન માલિક – ઓકે
આરોપી – ગમે ત્યારે તમને મકાન વેંચવાનું મન થાય, તો મને આ નંબર પર જણાવજો. હું પ્રોપર્ટીના ડબલ પૈસા આપીશ.
મકાન માલિક – ઓકે.

એક તરફ લાલચ અને દબાણ આપી હિન્દુઓને મુસ્લિમ અંગિકાર કરવા મજબુર કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ હાથીખાન બજાર વિસ્તારમાં હિન્દુઓને એક કરોડ પ્રતિ ઘર લેખે ઘર વેચી ચાલ્યા જવા ઓફર કરવામાં આવી છે. માહિતી અનુસાર અહીંના રહિશોને વિદેશથી કોલ આવી રહ્યા છે. તેમજ મેસેજ અને વોટ્સએપ કોલથી મકાનો વેંચવા લાલચ અપાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચમાં તંત્રએ 2019 થી જ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક આ ધારો માત્ર ચોપડે જ હોય અને અમલમાં ન હોય તેવો ઘાટ ઘડાયો છે. અગાઉ પણ જલારામ બાપાનું મંદિર વેચવાના અને હજીખાનામાં હિંદુઓના મંદિર–મકાનો વેચવાના બેનરો માર્યા હતા. ત્યારે વધુ એક વખત આવા બનાવો સામે આવતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે અને સુરક્ષાને લઈ સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: Big News: રાજ્ય ચૂંટણી પંચે બોલાવી પ્રેસ કોન્ફરન્સ, ગ્રામ પંચાયતની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત

આ પણ વાંચો: જામનગરમાં 10 કરોડની કિંમતનું 2 કિલો હેરોઇન કબજે કરાયું, ગુજરાત એટીએસએ કરી મોટી કાર્યવાહી

Next Video