આતંકીઓની છાતી પર અંગદનો પગ સાબિત થઈ ભારતીય સેના, છેલ્લે-છેલ્લે 3 આતંકીઓને સુવડાવી આ જિલ્લાને બનાવી દિધો કાશ્મીરનો પ્રથમ આતંકમુક્ત જિલ્લો

|

Jan 24, 2019 | 10:58 AM

બારામુલાના સાફિયાબાદમાં બુધવારે ત્રણ લશ્કરના આતંકવાદીઓને ઠાર કર્યા બાદ સેનાએ બારામુલાને ઘાટીનો સૌપ્રથમ આતંકમુક્ત જિલ્લો જાહેર કર્યો છે. કેટલાંક સમયે હિજબુલના ગઢ કહેવામાં આવતા કશ્મીરના બારામૂલા જિલ્લામાં સેના અને જમ્મુ-કશ્મીર પોલીસે સાથે મળીને આતંકવાદીઓનો સફાયો બોલાવી દીધો છે. ઉત્તર કશ્મીરના આતંકવાદી પ્રભાવિત જિલ્લામાં બારામૂલા પહેલો એવો જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે જ્યાં હવે કોઈ આતંકવાદી […]

આતંકીઓની છાતી પર અંગદનો પગ સાબિત થઈ ભારતીય સેના, છેલ્લે-છેલ્લે 3 આતંકીઓને સુવડાવી આ જિલ્લાને બનાવી દિધો કાશ્મીરનો પ્રથમ આતંકમુક્ત જિલ્લો
ફાઈલ ફોટો

Follow us on

બારામુલાના સાફિયાબાદમાં બુધવારે ત્રણ લશ્કરના આતંકવાદીઓને ઠાર કર્યા બાદ સેનાએ બારામુલાને ઘાટીનો સૌપ્રથમ આતંકમુક્ત જિલ્લો જાહેર કર્યો છે.

કેટલાંક સમયે હિજબુલના ગઢ કહેવામાં આવતા કશ્મીરના બારામૂલા જિલ્લામાં સેના અને જમ્મુ-કશ્મીર પોલીસે સાથે મળીને આતંકવાદીઓનો સફાયો બોલાવી દીધો છે. ઉત્તર કશ્મીરના આતંકવાદી પ્રભાવિત જિલ્લામાં બારામૂલા પહેલો એવો જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે જ્યાં હવે કોઈ આતંકવાદી બચ્યો નથી. બુધવારે બારામૂલામાં સેના સાથે ત્રણ આતંકવાદીઓની અથડામણ થઈ હતી, સેનાએ તાબડતોડ કાર્યવાહી કરીને ત્રણ આતંકવાદીને ઠાર કરી દીધા હતા. આ કાર્યવાહી બાદ બારામુલા ઘાટીનો સોપ્રથમ આતંકવાદ મૂક્ત જિલ્લો બની ગયો છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

જમ્મુ-કશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે બારામુલામાં બુધવારે કરાયેલા ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરી દેવાયા હતા. આ ઘટનાની સાથે જ બારામૂલામાં હાલ કોઈ આતંકવાદીઓ રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના અને જમ્મુ-કશ્મીર પોલીસ દ્વારા બારામૂલા જિલ્લાના સાફિયાબાદમાં સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાં આતંકવાદીઓ પાસેથી સેનાને 3 એકે-47 રાઈફલ મળી આવી હતી. માર્યા ગયા આતંકવાદીઓ પર બારામૂલામાં ગ્રેનેડ હુમલા સહિત ત્રણ સ્થાનીક યુવાનોની હત્યાનો આરોપ હતો.

[yop_poll id=783]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article