Banaskantha: ધાનેરામાં મેડિકલ ઓફિસર અને પોલીસકર્મીઓ પર હુમલો, 5 શખ્સો સામે ગુન્હો નોંધાયો

| Edited By: | Updated on: Aug 22, 2021 | 12:24 PM

હોસ્પિટલમાં હાજર એક યુવક ઉપર અન્ય 5 યુવકોએ હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટર અને પોલીસ કર્મી, યુવકને મારથી બચાવવા વચ્ચે પડતાં તેમની ઉપર પણ હુમલાખોરોએ હુમલો કર્યો હતો.

Banaskantha: ધાનેરામાં મેડિકલ ઓફિસર અને પોલીસકર્મીઓ પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં એક યુવક પર 5 યુવકોએ હુમલો કરતા ઘટના બની હતી. ઉશ્કેરાયેલો હુમલાખોર યુવકોને રોકવા જતા ડોક્ટર અને પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. હુમલો કરનાર 5 યુવકોએ પોલીકર્મીઓને ગડદા પાટુ મારી ઇજા પહોંચાડી હતી.

હુમલો કરનાર 5 શખ્સો સામે ધાનેરા પોલીસે ગુન્હો નોંધ્યો છે. આ બનાવના પગલે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપણે જણાવી દઈએ કે હોસ્પિટલમાં હાજર એક યુવકને અન્ય 5 યુવકોએ હુમલો કર્યો હતો. જેને બચાવવા હાજર રહેલા ડોક્ટર અને પોલીસ કર્મી વચ્ચે પડતાં તેની પર પણ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: Burger King નો શેર એક મહિમાં 14% ગગડ્યો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાંતોની સલાહ

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશ ખબર ! ખેડૂતોને વિનામૂલ્યે મળશે પ્લાસ્ટિકનું ડ્રમ અને ટબ, આ રીતે કરો અરજી