બનાસકાંઠા બન્યું ડ્રગ્સની હેરાફેરીનું હબ, મુંબઈથી રાજસ્થાન ડ્રગ્સની હેરાફેરી માટેનો બન્યો રૂટ

|

Nov 06, 2021 | 12:40 PM

43 કેસમાં 84 આરોપીઓ ધરપકડ 69 લાખનું મેફેડ્રોન, - 61 લાખનો ગાંજો, 10 લાખનું હેરોઇન અને 10 માસમાં 1 કરોડ 55 લાખનું ડ્રગ્સ ઝડપાયું છે.

BANASKANTHA : શહેરી વિસ્તારથી લઈ ગ્રામીણ વિસ્તાર સુધી ડ્રગ્સની બદીનું દુષણ વ્યાપ્યું છે. જેને રોકવા માટે પોલીસ સક્રિય છે. પરંતુ હજુ પણ અનેક ડ્રગ પેડલર મુંબઈથી ડ્રગ્સ લઇ બનાસકાંઠાના રસ્તે રાજસ્થાન પહોંચી ત્યાંથી ભેળસેળ કરી ગુજરાતના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. તે નેટવર્ક કે તોડવા માટે બનાસકાંઠા પોલીસે કમરકસી છે.

હાલ ડ્રગ્સ કેસમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન પકડતા સમગ્ર દેશમાં હલચલ મચી છે.કેન્દ્રમાં કિંગ ખાનનું નામ જ નહીં આર્યન ખાનની 23 વર્ષની ઉંમર છે. કેમ કે, દેશનું ભવિષ્ય… યુવાધન નશીલા પદાર્થોની ઝપેટમાં આવી રહ્યું છે..યુવાનોમાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે.યુવાધનને નશાના ગર્તામાં ધકેલનાર આ અબજોનો કાળો કારોબાર એક સુવ્યવસ્થિત સિન્ડિકેટથી ચાલી રહ્યો છે.

ગુજરાતમાં બનાસકાંઠા ડ્રગ્સની હેરાફેરીનું હબ બની ગયું છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીની બદી ખૂબ જ વધી ગઈ છે.છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં 2019માં 13 કેસ નોંધાયા હતા.2020માં 25 અને 2021માં અત્યાર સુધીમાં 43 કેસ ડ્રગ્સના નોંધાયા છે. 43 કેસમાંથી મેફેડ્રોન અને ગાંજાના કેસનું પ્રમાણ વધુ છે. 43 કેસમાં 84 આરોપીઓ ધરપકડ 69 લાખનું મેફેડ્રોન, – 61 લાખનો ગાંજો, 10 લાખનું હેરોઇન અને 10 માસમાં 1 કરોડ 55 લાખનું ડ્રગ્સ ઝડપાયું છે.

બનાસકાંઠામાંથી ઝડપાતા ડ્રગ્સની લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે,મોટાભાગે મેટ્રો સિટીમાંથી જ ગ્રામીણ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે.મુંબઈથી ડ્રગ્સ પેડલર રાજસ્થાન જાય છે. ત્યાં ઓરીઝનલ ડ્રગ્સમાં ફટકડી અને ખાંડ ભેળસેળ કરી ગુજરાતમાં વેચાણ કરે છે.
વર્ષ 2014ના રિપોર્ટ અનુસાર દેશના 65 ટકા યુવાઓને નશાખોરીની લત છે, જેમની ઉંમર લગભગ 18 વર્ષથી ઓછી છે. ગુજરાત અને દેશના યુવાનો માટે નશો જોખમની ઘંટડી છે.

આ પણ વાંચો : સર્કસથી ચાલે છે ગુજરાન, સર્કસનો વ્યવસાય ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યાં છે કલાકારો

આ પણ વાંચો : રવિવારે જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં યોજાશે BJPની રાષ્ટ્રીય કારોબારી બેઠક, 7 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ મુખ્ય મુદ્દો રહેશે

Next Video