Surat : પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા પર હુમલો, કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ

હાલ ઈજાગ્રસ્ત થયેલા અલ્પેશ કથીરીયાને હોસ્પિટલમાં (hospital) દાખલ કરવામાં આવ્યા છે.તો બીજી તરફ આ મામલે કાપોદ્રા પોલીસે આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે.

Surat : પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા પર હુમલો, કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ
Attack on PAAS convener Alpesh Kathiriya
| Edited By: | Updated on: Sep 20, 2022 | 1:52 PM

સુરતમાં (Surat) પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા (PAAS convener Alpesh Kathiriya)પર હુમલો થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.અલ્પેશ કથીરીયા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે રીક્ષાચાક સાથે બબાલ થઈ તે દરમિયાન રીક્ષાચાલકે (Auto Driver)  તેના પર હુમલો કર્યો.માહિતી મુજબ રીક્ષા ચાલકને યોગ્ય રીતે વાહન ચલાવવાનુ કહેતા બબાલ થઈ હતી.જે બાદ રીક્ષા ચાલકે દંડા વડે હુમલો કરતા અલ્પેશ કથીરીયાને ઈજા પહોંચી છે. હાલ ઈજાગ્રસ્ત થયેલા અલ્પેશ કથીરીયાને હોસ્પિટલમાં (hospital) દાખલ કરવામાં આવ્યા છે.તો બીજી તરફ આ મામલે કાપોદ્રા પોલીસ (kapodra police) મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો

વીડિયોમાં (Video)  શકાય છે કે, સામાન્ય બોલાચાલીમાં રિક્ષાચાલક અલ્પેશ કથીરિયા પર હુમલો કરે છે. હુમલા બાદ રીક્ષા ચાલક ત્યાં રીક્ષા છોડી નાસી છૂટ્યો હતો.અલ્પેશને હાથ અને શરીરના અન્ય ભાગે ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર કાપોદ્રા વિસ્તારમાં જ હુમલો થતા ખૂબ મોટા પ્રમાણમાં રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા

Published On - 1:46 pm, Tue, 20 September 22