Rajkot : પોલીસના કોંબિંગ વચ્ચે પડકાર આપતા લુખ્ખા તત્વો, વધુ એક વીડિયો આવ્યો સામે, જુઓ Video

શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે જાહેરમાર્ગ પર અસામાજિક તત્વોનો ઝપાઝપીનો વીડિયો સામે આવ્યો છે. આ યુવક નશાની હાલતમાં હોવાની આશંકા સેવાઈ રહી છે.

Rajkot : પોલીસના કોંબિંગ વચ્ચે પડકાર આપતા લુખ્ખા તત્વો, વધુ એક વીડિયો આવ્યો સામે, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 2:06 PM

Gujarati VIDEO : રાજકોટમાં પોલીસના કોંબિંગ વચ્ચે લુખ્ખા તત્વો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેવુ લાગી રહ્યુ છે.  વધુ એક લુખ્ખા તત્વોનો વીડિયો સામે આવ્યો છે. શહેરના સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે જાહેર માર્ગ પર અસામાજિક તત્વોનો ઝપાઝપીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક શખ્સ રસ્તા પર સૂતેલો પણ દેખાય છે, આ યુવક નશાની હાલતમાં હોવાની આશંકા સેવાઈ રહી છે.

જુઓ વીડિયો

અસામાજિક તત્વોની હવે ખેર નથી

તો આ તરફ રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી જાહેર રસ્તા પર અસામાજિક પ્રવૃતિ કરીને લોકોને હેરાન પરેશાન કરતા હોવાના કિસ્સામાં વધારો થયો છે. માલવિયાનગરમા રસ્તા પર કેક કટિંગની ઘટના બાદ રાજકોટ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને જવાબદારોને પાઠ ભણાવવામાં આવ્યા હતો, જો કે આવા કિસ્સાઓને અટકાવી શકાય તે માટે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો છે. રાત્રીના સમયે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ડીસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાંચ, ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા સખ્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તો સુરતમાં પણ અસામાજીક તત્વો બેફામ બન્યા છે. બે યુવતીની જાહેરમાં છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ઘટના સામે આવી હતી. ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ગણેશ ઉર્ફ ગણિયો રવિન્દ્ર વાઘ નામના યુવકને ઝડપી લીધો. ઝડપાયેલો આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. એટલુ જ નહી અનેક વખત જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(વીથ ઈનપુટ- રોનક મજીઠિયા, રાજકોટ)

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">