મોરબીમાંથી કરોડોનું ડ્રગ્સ જપ્ત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને બિરદાવી પોલીસની કામગીરીને

|

Nov 15, 2021 | 9:46 AM

Morbi: સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી વાયા પાકિસ્તાન થઈને માદક પદાર્થ ભારતના અનેક રાજ્યમાં સપ્લાય થતું હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. મોરબીના ગામડામાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું છે.

Gujarat Drugs Case: દેવભૂમિદ્વારકા બાદ મોરબીના ઝીંઝુડા ગામેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. જે બાદ ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાને ટ્વીટ કરી હતી. અને ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી હતી. હર્ષ સંઘવીએ લખ્યું કે ‘ગુજરાત પોલીસની વધુ એક સિદ્ધિ.. ગુજરાત પોલીસ ડ્રગ્સને નાબૂદ કરવા માટે અગ્રેસર છે.’ તેમજ તેમણે માહિતી આપી કે ગુજરાત ATSએ 120 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે.

મોરબીના ઝીંઝુડા ગામમાં ATSએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે.  ATSએ પાકિસ્તાનથી મગાવાયેલા 120 કિલો હેરોઈનના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. જેની કિંમત 600 કરોડથી વધુ અંદાજવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, ઝીંઝુડાના કોઠાવાડા પીરની દરગાહની બાજુના મકાનમાં ડ્રગ્સ છૂપાવ્યું હતું. જ્યાં ATSની ટીમે રવિવારની રાત્રે બે મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી ડ્રગ્સ ઝડપાયું છે. જે શખ્સોની ધરપકડ કરાઈ છે તેમાં ગુલાબ હુસૈન, શમસુદ્દીન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારનો સમાવેશ થાય છે.

ગુલાબ હુસૈન જામનગરના સલાયાનો રહેવાસી છે. મુખ્તાર જબ્બાર જામનગરના જોડિયાનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગુલાબ અને મુખ્તારે પાકિસ્તાનથી ડ્રગ્સ મગાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસની ધોંસ વધતાં મોરબીના અંદરિયાળ ગામના મકાનમાં ડ્રગ્સ સંતાડવામાં આવ્યું હતું. હેરોઈનના આ જથ્થાના તાર ગુજરાત બહાર પણ હોવાનું સામે આવ્યું છે. જે બાબતે કેન્દ્રની એજન્સીઓને જાણ કરાઈ છે.

 

આ પણ વાંચો: Junagadh: વિધિવત ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ થયો, કોરોનાની નિયમોનું કરવું પડશે પાલન

આ પણ વાંચો: ‘2022માં પાંચ રાજ્યોની ચૂંટણી બાદ ફરી વધશે પેટ્રોલ ડીઝલના ભાવ’ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કેન્દ્ર પર સાધ્યું નિશાન

Next Video