અંકલેશ્વર: મદદના બહાને સાળા-બનેવી મિત્ર પાસે રૂપિયા 80 લાખ ખંખેરી રાતોરાત થઈ ગયા રફુચક્કર

મિત્રતા કેળવી મદદના નામે રૂપિયા 80 લાખ ઉછીના લઈ રફુચક્કર થઈ જનાર ઠગની અંકલેશ્વર પોલીસે કેરળથી ધરપકડ કરી છે. આરોપી વ્યવસાયમાં દેવું થવાના બહાના હેઠળ તબક્કાવાર રૂપિયા લઈ મોટી રકમ એકઠી થતાં કેરળ ફરાર થઈ ગયો હતો. આરોપીએ તેના સાળા સાથે મળી બેટરીની એજન્સીમાં રોકાણ અને દેવા સામે મદદના બહાને પૈસા મેળવ્યા હતા. જ્યારે ફરિયાદીએ […]

અંકલેશ્વર: મદદના બહાને સાળા-બનેવી મિત્ર પાસે રૂપિયા 80 લાખ ખંખેરી રાતોરાત થઈ ગયા રફુચક્કર
File Photo
| Edited By: | Updated on: Oct 15, 2020 | 9:37 PM

મિત્રતા કેળવી મદદના નામે રૂપિયા 80 લાખ ઉછીના લઈ રફુચક્કર થઈ જનાર ઠગની અંકલેશ્વર પોલીસે કેરળથી ધરપકડ કરી છે. આરોપી વ્યવસાયમાં દેવું થવાના બહાના હેઠળ તબક્કાવાર રૂપિયા લઈ મોટી રકમ એકઠી થતાં કેરળ ફરાર થઈ ગયો હતો. આરોપીએ તેના સાળા સાથે મળી બેટરીની એજન્સીમાં રોકાણ અને દેવા સામે મદદના બહાને પૈસા મેળવ્યા હતા. જ્યારે ફરિયાદીએ પૈસા આપવાનું બંધ કર્યું. બંને રકમ લઈ રવાના થઈ ગયા હતા. મિત્રતા કેળવી વિશ્વાસ મુકનાર મિત્રને રાત પાણીએ નવડાવી કેરળ ફરાર થઈ ગયેલા સાળા બનેવી પૈકી બનેવીને અંકલેશ્વર પોલીસે કેરળમાંથી ઝડપી પડ્યો છે. અંકલેશ્વરની આદર્શ સોસાયટીમાં રહેતા રીખવદેવ તીર્થરામ શર્મા સાથે બેટરીનો વ્યવસાય કરતા સાળા બનેવીએ બીજુ પીએ અને મનોજ કે.ઉલ્લાહનએ સાથે મિત્રતા કેળવી હતી. વેપારમાં રોકાણ, ખોટ અને દેવા સહિતના કારણોસર આ સાળા બનેવીએ રૂપિયા 80 લાખ ઉછીના લીધા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રીખવદેવ તીર્થરામ શર્માને વિશ્વાસ અપાવવા તેમણે ચેક પણ આપ્યા હતા. ઉછીના પૈસા આપવાનું બંધ કરી રીખવદેવ તીર્થરામ શર્મા હવે પૈસાની ઉઘરાણી શરુ કરતા સાળા બનેવીએ અસલી રંગ દેખાડ્યો હતો. વધુ પૈસા આંચકી શકાય તેમ ન હોવાનું સ્પષ્ટ થતાં સાળા બનેવી રાતોરાત રફુચક્કર થઈ ગયા હતા. છેતરાયા હોવાનો અહેસાસ થતાં રીખવદેવ તીર્થરામ શર્માએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ સહિતના આધારથી પોલીસે ઠગ સાળા બનેવી કેરળમાં હોવાનું શોધી કાઢી ટીમ મોકલી હતી. પોલીસને એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ભરૂચ પોલીસની ટીમે કેરળ પહોચી આરોપી બીજું પીએની ધરપકડ કરી તેને અંકલેશ્વર શહેર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને પુછતાછ કરાતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. બંને સાળા બનેવી વિવિધ પ્રકારની બેટરીની એજન્સી ધરાવતા હતા. વેપારમાં તેમને સફળતા મળી ન હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ફરિયાદી રીખવદેવ શર્મા બીજું પી.એનાં સારા મિત્ર હોય તેણે તેમની પાસે વ્યવસાયમાં રોકાણ અને મદદ સહિતના બહાને રૂપિયા લઈ મોટી રકમ ભેગી થતા ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી એમ પી ભોજાણીએ જણાવ્યું હતું કે બંને આરોપીએ વિશ્વાસ કેળવી 80 લાખ રૂપિયા લઈ બાદમાં રાતોરાત ફરાર થઈ ગયા હતા. ઝડપાયાં બાદ દેવું થઈ ગયું હોવાથી ગુનો આચાર્યો હોવાનો આરોપી બચાવ કરી રહ્યો છે. જેના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો