18 દિવસની બાળકીને માતાએ નદીમાં ફેંકી હત્યા કરી, પોલીસ અને પતિ સમક્ષ અપહરણનું નાટક રચ્યું

|

Nov 14, 2021 | 1:37 PM

24 વર્ષીય માતાએ સચીન GIDC પોલીસ મથકે પહોંચી હતી અને જણાવ્યું હતું કે કોઈક અજાણ્યો વ્યક્તિ તેના રૂમમાં સુવડાવેલી માત્ર 18 દિવસની બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.

18 દિવસની બાળકીને માતાએ નદીમાં ફેંકી હત્યા કરી, પોલીસ અને પતિ સમક્ષ અપહરણનું નાટક રચ્યું
an 18-day-old girl was killed by her mother by throwing her in a river in Surat

Follow us on

SURAT : સુરતના ઉન પાટીયા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ માત્ર 18 દિવસની બાળકીને તાપી નદીમાં ફેંકી બાદમાં પતિ અને પોલીસ સમક્ષ બાળકીના અપહરણનું જુઠાણું ચલાવ્યું હતું. જોકે, બનાવ બાદ તરત પાડોશીઓ કે પતિને જાણ નહીં કરનાર પરિણીતા પોલીસ પાસે પણ પાંચ કલાક બાદ પહોંચતા પોલીસે શંકાના આધારે તેની ઉલટતપાસ કરી હતી.

દરમિયાન બીજા દિવસે સવારે સવારે 18 દિવસના બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.હાલમાં પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની કર્યાવહી હાથ ધરી છે. બાળકી મળી તે હદમાં પોલીસ સ્ટેશન પ્રમાણે ત્યાં હત્યાનો ગુનો નોંધાશે તેવી શક્યતા છે.

સુરતના ઉન પાટીયા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય શાહીન શેખ સચીન GIDC પોલીસ મથકે પહોંચી હતી અને જણાવ્યું હતું કે તે સાંજે બાથરૂમ ગઈ હતી ત્યારે કોઈક અજાણ્યો વ્યક્તિ તેના રૂમમાં સુવડાવેલી માત્ર 18 દિવસની બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. માત્ર 18 દિવસની બાળકીના અપહરણની વાત સાંભળી ચોંકેલી સચીન GIDC પોલીસે તરત તપાસ શરૂ કરી શાહીનની પુછપરછ હાથ ધરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જોકે, જેમજેમ તેની પુછપરછ આગળ વધી તેમતેમ પોલીસને શાહીન કશુંક છુપાવતી હોવાનું લાગ્યું હતું. સાંજે કોઈક તેની બાળકીનું અપહરણ કરી ગયું હતું છતાં તેણે તરત પાડોશીઓને પણ જાણ નહીં કરી શોધવા પણ પ્રયાસ કર્યો નહોતો. ઉપરાંત, તેણે પતિને પણ ત્રણ કલાક બાદ જાણ કરી હતી. પોલીસ પાસે પણ તે પાંચ કલાક બાદ પહોંચી હતી.
આથી પોલીસે શાહીનની ઉલટતપાસ શરૂ કરી હતી.

છેવટે તેમાં તે ભાંગી પડી હતી અને જાતે જ હોપપુલ પરથી બાળકીને ફેંકી દીધાની ચોંકાવનારી કબૂલાત કરી હતી.પણ પોલીસ અને ફાયર દ્વારા બાળકીની શોધખોળ કરવા છતાં ન મળતા માતાની વધુ તપાસ કરવામાં આવી હતી. ત્યાં આજે 14 નવેમ્બરે સવારે બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ શરૂ કરી છે.

પણ જે રીતે આખી ઘટના સતત સામે આવી રહી જે પ્રમાણે બાળકીની હત્યા તેની માતા જ દ્વારા કરવામાં આવી જતો તે લાગે છે.પણ પોલીસ તપાસમાં જે ખુલે તે પ્રમાણે પોલીસ કાર્યવાહી કરશે.

આ પણ વાંચો : ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ

આ પણ વાંચો : સુમુલ ડેરીમાં ડ્રાઈવરની હત્યા કરનાર હત્યારો ડ્રાઈવર ઝડપાયો, મૃતકના પરિવારને ડેરી 12 લાખ વળતર પેટે આપશે

Next Article