અમદાવાદ : મહિલા શિક્ષીકા કાયદાના સકંજામાં ફસાયા, વૉટસએપમાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી

સુભાષબ્રિજ પાસે રહેતા મનીષા ભાવસાર આમ તો શિક્ષણ જગતના નિષ્ણાત છે. સમાજમાં સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરાવે છે. તેઓ ઘણી ખાનગી ઈન્ટરનેશનલ સ્કુલમાં (Teacher)શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

અમદાવાદ : મહિલા શિક્ષીકા કાયદાના સકંજામાં ફસાયા, વૉટસએપમાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી
Ahmedabad: Women teachers caught in the grip of law
| Edited By: | Updated on: Apr 27, 2022 | 5:25 PM

અમદાવાદની (Ahmedabad) ખ્યાતનામ સ્કુલની મહિલા (Teacher) શિક્ષીકા કાયદાના સકંજામાં આવી ગયા છે. મહિલાએ પોતાના વોટ્સપ (WhatsApp)સ્ટેટસમાં એક ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી. જે પોસ્ટ વાયરલ થતા મહિલા શિક્ષીકા વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ. અને પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઇમ બ્રાંચના સકંજામાં ઉભેલી મહિલાનું નામ છે મનીષા ભાવસાર છે. અને વ્યવસાયે પ્રખ્યાત સ્કૂલના શિક્ષક છે. આ મહિલા શિક્ષીકાની એક ભૂલના કારણે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. મનીષાબેન ભાવસારે એક અઠવાડિયા પહેલા વોટ્સએપ સ્ટેટ્સ મા ચોક્કસ ધર્મને લઈને લાગણી દુભાય તે પ્રકારે એક વિવાદિત પોસ્ટ વોટ્સએપ સ્ટેટ્સમાં રાખ્યો હતો. જેના કારણે જ આજે એક શિક્ષિકાને ગુનેગાર થઈ પોલીસ સ્ટેશન આવું પડ્યું છે.

સુભાષબ્રિજ પાસે રહેતા મનીષા ભાવસાર આમ તો શિક્ષણ જગતના નિષ્ણાત છે. સમાજમાં સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરાવે છે. તેઓ ઘણી ખાનગી ઈન્ટરનેશનલ સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પરંતુ સોશિયલ મિડીયાની ઘેલછામા આવી એક નાની ભૂલે આ શિક્ષિકાને કાયદાનો પાઠ ભણાવી દીધો છે. જે પોસ્ટ ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ હોવાથી અમદાવાદના એક વેપારીએ અમદાવાદ સાયબર ક્રાઇમ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે મહિલા શિક્ષીકા વિરુદ્ધ પુરાવા એકત્ર કરી ધરપકડ કરી છે. સાથે જ કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે સવાલ એ થાય કે સોશિયલ મીડિયાનો અયોગ્ય ઉપયોગ શિક્ષીત લોકોને પણ આરોપી બનાવી દે છે. જેથી તમામે સોશિયલ મીડિયાનો ઉપયોગ જાણી જોઈને કરવો જરૂરી છે.

આ પણ વાંચો :અમદાવાદ : AMCની ગંભીર બેદરકારીને કારણે સર્જાયો અકસ્માત ? ભુવામાં એક્ટિવા સાથે ત્રણ યુવાનો ખાબકયા

આ પણ વાંચો :ગુજરાતમાં પીએસઆઈની પ્રિલીમનરી પરીક્ષાનું પરિણામ જાહેર, કટ ઓફ માર્કની યાદી પણ જાહેર કરવામાં આવી