Ahmedabad: શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. દાણીલીમડા વિસ્તારમાં અંગત અદાવતમાં બે મિત્રો એ ભેગા મળીને પોતાના જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસે હત્યા કરનારા બે લોકો ઝડપી લીધા છે.
દાણીલીમડામાં આવેલા ફૈઝલ નગરમાં એક મિત્રને ત્યાં મહેંદી રસમનો પ્રસંગ હતો. જ્યાં ડાન્સ કરવામાં મૃતક મોહમ્મદ શાહિલ અને આરોપી મિત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે આ અગાઉ પણ બંને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી એક ઝઘડાની અદાવત ચાલી રહી હતી. અને તે અદાવતને ધ્યાનમાં રાખીને એક કાયદામાં આવેલ સગીર તેમજ અનસ પઠાણ નામનો આરોપી જ્યારે મૃતક મહેંદી રસમ પૂર્ણ કરીને બહાર આવ્યો ત્યારે લાકડાના ફટકા અને છરીના ઘા મારીને મોત ને ઘાટ ઉતારી દીધો હતો. જો કે સમગ્ર ઘટનામાં હત્યાનો ગુનો દાખલ કરીને બંને આરોપી ઓને ગણતરી કલાકોમાં ઝડપી લીધા છે.
હત્યા કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર અને આરોપી અનસ પઠાણ દ્વારા જ આરોપીની હત્યા કરવાની કબુલાત પોલીસ સમક્ષ કરવામાં આવી હતી. 2 મહિના પહેલા થયેલ સામાન્ય બોલાચાલીમાં મૃતકે બંને આરોપીઓને પોલીસ ફરિયાદ ન કરવાને લઈને ધમકી આપી હતી જેની અદાવત રાખી બંને આરોપીઓએ તેના જ મિત્રને લાકડાના ફટકા તેમજ છરી વડે હુમલો કરી કાસળ કાઢી નાખ્યું હતું. પકડાયેલા બન્ને આરોપીઓ છૂટક મજૂરી કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપી ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ લો-ગાર્ડન ખાતે લારી-ગલ્લા શરૂ કરવા મહિલાઓનું વિરોધ પ્રદર્શન
અમદાવાદના(Ahmedabab)લો ગાર્ડન(Law Garden)ખાતે લારી-ગલ્લા ધારક મહિલાઓનું(Women) વિરોધ પ્રદર્શન(Protest) યથાવત છે. જેમાં છેલ્લા 45 દિવસથી લારી-ગલ્લા બંધ હોવાથી ધારકોએ વિરોધ દર્શાવ્યો છે અને લો ગાર્ડન ખાતે લારી ગલ્લા ચાલુ કરવા તંત્રને રજુઆત કરી છે. તો આ તરફ છેલ્લા ત્રણ દિવસથી નવરંગપુરા પોલીસ સ્ટેશને એક વ્યક્તિને વિરોધ કરતા અટકાયત કરીને ગોંધી રાખવાનો આરોપ પણ લગાવ્યો છે.
આ પાથરણાવાળા ઓનો ધંધો લાંબા સમયથી બંધ રહેતા આ લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. આ પાથરણા બજારના સંચાલકો ઘર કેમ ચલાવવું તેની વિમાસણમાં મૂકાયા છે.