Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ક્રિકેટ સટ્ટો રમતા બે બુકીઓ ઝડપાયા, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહી હતી મેચ

|

Feb 15, 2022 | 3:43 PM

વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ક્રિકેટ સટ્ટો રમતા બે બુકીઓ ઝડપાયા છે. સ્ટેડિયમની લોખડી સુરક્ષા વચ્ચે ક્રિકેટ સટ્ટો રમતા પકડાતા સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એક વાર સવાલ ઉભો થયો છે.

Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ક્રિકેટ સટ્ટો રમતા બે બુકીઓ ઝડપાયા, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહી હતી મેચ
આરોપીઓ

Follow us on

Ahmedabad: વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ક્રિકેટ સટ્ટો રમતા બે બુકીઓ (bookies ) ઝડપાયા છે. સ્ટેડિયમની લોખડી સુરક્ષા વચ્ચે ક્રિકેટ સટ્ટો રમતા પકડાતા સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એક વાર સવાલ ઉભો થયો છે. કોણ છે આ બુકીઓ કે, જેના લીધે ઉભા થયા સુરક્ષા પર સવાલ જોઈએ એ આ આર્ટીકલમાં. અમદાવાદનાં મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મેચ રમાઈ રહી હતી. જે મેચ દરમિયાન ચાંદખેડા પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલીંગમાં હતી. તે સમયે એક શખ્સ સતત ફોનમાં વ્યસ્ત હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું.

પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી એક પાસ મળી આવ્યો હતો. જે પાસમાં તેનું નામ મોહિતસિંઘ રાજપૂત હતુ. જેથી પોલીસને શંકા જતા પોલીસે તપાસ કરતા જીસીએ દ્વારા કોઈ પણ મીડિયા કર્મીને આ પ્રકારનો પાસ બનાવીને આપ્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેથી મોહિતસિંધની સધન પુછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ ન આપતા યુવકને કડક રીતે પુછપરછ કરી હતી. તે પોતાનાં અન્ય મીત્ર નાસીરહુસેન ઉર્ફે ઉમાશંકર સાથે રાજસ્થાનની જયપુરથી પાંચ દિવસ પહેલા આવ્યો હતો અને મેચમાં લાઈવ સટ્ટો રમવા આવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી આરોપી મોહિતસિંધની ધરપકડ કર્યા બાદ અન્ય એક નાસીર નામનો આરોપી ફરાર હતો. જેને જયપુરથી ચાંદખેડા પોલીસે ધરપકર કરી છે. હાલ ચાંદખેડા પોલીસે બન્ને બુકીઓની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી.

પકડાયેલ આરોપી મોહિતસિંગ રાજપૂત અને નાસીર હુસેન ઉર્ફે રમાકાન્ત બને જયપુરના છે. મોહિતસિંગ ઝડપાતા જ આરોપી નાસીર હુસેન ફરાર થઇ ગયો હતો. જેને પકડવા એક ટીમ જયપુર મોકલાય હતી. આરોપીઓ એ ક્યાં ખોટા કાર્ડ બનાવ્યા અને આ મેચનો સ્કોર સહિતની માહિતી લીડ રૂપે કોને કોને આપી છે તે માટે હવે પોલીસે તપાસ તેજ કરી છે. આરોપીઓના ફોનનો ડેટા મેળવવા પોલીસે એફ.એસ.એલની પણ મદદ લીધી છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

સ્ટેડિયમમાં પ્રેક્ષકોને જે તે સમયે પ્રવેશ ન હોવાથી ચાલુ મેચમાં સટ્ટો રમાડવા માટે આવેલા ઝડપાઇ ગયા. આરોપીઓએ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે નકલી પાસ જયપુરનાં શહેનશાહ સુરીનખાન પાસે બનાવડાવ્યો હોવાનું સામે આવ્યું છે. જે આરોપી હજુ આ ગુનામાં વોન્ટેડ હોવાથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

આ પણ વાંચો: Career in Perfumery: જો તમને સુગંધની સારી સમજ હોય ​​તો પરફ્યુમર બનો, જાણો કોર્સ, કમાણી અને કારકિર્દીના વિકલ્પો

આ પણ વાંચો: બાળપણમાં જ ગુમાવી દીધી પોતાની આંખો, મિત્રો અને પરિવારના સહયોગથી પૂર્ણા સુંદરીએ પાસ કરી UPSC, જાણો તેમની સફર વીશે

Published On - 3:30 pm, Tue, 15 February 22

Next Article