Ahmedabad : રખિયાલમાં મકાન અપાવવાના નામે ઠગાઇ આચરનાર બેની ધરપકડ

|

Aug 17, 2021 | 6:35 AM

અમદાવાદ શહેરની રખિયાલ પોલીસે મહિલા આરોપી નાઝીયા અંસારીની ધરપકડ કરી છે. ઉપરાંત વધુ એક આરોપી શરીફ સૈયદની પણ પોલીસે ધરપકડ કરી છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી તરીકે ઓળખ આપી આવાસનુ મકાન બળજબરીથી ખાલી કરાવી નવુ મકાન આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રખિયાલ પોલીસ મથકે કોર્પોરેશનના બે બનાવટી અધિકારી સહીત 4 વિરુધ્ધ ગુનો નોંધાતા પોલીસે એક મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે. મહિલા આરોપી કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી પણ નોંધાવી હતી.

અમદાવાદ શહેરની રખિયાલ પોલીસે મહિલા આરોપી નાઝીયા અંસારીની ધરપકડ કરી છે. ઉપરાંત વધુ એક આરોપી શરીફ સૈયદની પણ પોલીસે ધરપકડ કરી છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી દલાલ તરીકે કામ કરે છે.

જેઓ એ આ કેસના ફરાર બે આરોપી મોહમ્મદ ફૈજ ઉર્ફે શેખ અને દુર્ગાબેન ઉર્ફે મિનાક્ષીબેને ફરિયાદી ગુલામહુસેન શેખ કે જેનું મકાન અજીત મીલ ચાર માળિયામાં આવેલું હતું. તે મકાન બળજબરીથી ખાલી કરાવી અન્ય મકાન આપવાની લાલચે રૂપિયા દોઢ લાખ પડાવી લીધા બાદ મકાન કે રૂપિયા પરત ન ચૂકવી છેતરપિંડી આચરી હતી. સાથે જ ફરિયાદીનું મકાન બનાવટી દસ્તાવેજોના આધારે અન્ય વ્યક્તિને વેચાણ આપવામાં આવ્યું હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.

ફરિયાદીએ રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આ કેસમાં ફરાર બે આરોપી પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બનાવટી ઓળખકાર્ડ પણ હતા. જેના આધારે ફરિયાદીનું મકાન ખાલી કરાવ્યું હતું.

ઉપરાંત આ કેસમાં મહિલા આરોપી અને કમીશન એજન્ટ નાઝિયા અન્સારી ની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે તે અગાઉ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધારી ચૂકી છે. અને ફરાર બંને આરોપી વિરુદ્ધ અગાઉ પણ એક ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે.

આવાસના મકાનો અંગે છેતરપિંડી ની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. અને કોર્પોરેશનમાં તપાસ કરતા 30 મકાનોની ફાળવણી જ નથી કરવામાં આવી. તેમ છતાં તે મકાનોમાં ગેરકાયદેસર લોકો વસવાટ કરી રહ્યા છે.

તેવામાં આવાસના મકાનોની ફરી એક વખત ચકાસણી થાય અને ગેરકાયદેસર ભોગવટો ધરાવતા અને વેચાણ કરનાર લોકો વિરોધ પગલા લેવાય તો આવા બનાવો અટકાવી શકાય છે.

Published On - 6:34 am, Tue, 17 August 21

Next Video