અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો છે. સજાતિય સંબંધમાં આવેલી ખટાશના કારણે વૃધ્ધની હત્યા કરવામાં આવી છે. હત્યા લુંટ માટે નહી પરંતુ વૃધ્ધ ધ્વારા સજાતિય સંબંધ માટે આપવામાં આવતી ધમકીના પગલે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હત્યામાં લૂંટ કરેલ મુદ્દામાલ ક્રાઇમ બ્રાંચે કબ્જે કર્યો.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા હત્યારાનુ નામ ઉમંગ ઉર્ફે કાનો દરજી છે. જે દસ્ક્રોઇ તાલુકામાં આવેલ કુહા ગામનો રહેવાસી છે. આરોપી ઉમંગે 63 વર્ષિય દેવેન્દ્ર રાવતની તેમના જ મકાનમાં હત્યા નિપજાવી હતી. પ્રાથમિક લુંટના ઈરાદે હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ હતુ. જોકે આરોપીની ધરપકડ બાદ નવો વળાંક આવ્યો અને સજાતિય સંબંધમા મૃતક દ્વારા આપવામાં આવતી ધમકી અને સંબંધ રાખવા સતત કરવામાં આવતા દબાણમાં હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. જોકે હત્યા બાદ આરોપી ભાગવા માટે બાઈક અને પ્રેમિકાને રૂપિયા આપવા માટે સોનાની ચેઈન લુંટીને ગયો હોવાનો ખુલાસો થયો છે.
સજાતીય સંબંધ બાંધવાની કુટેવ ધરાવતા મૃતક દેવેન્દ્ર રાવત દોઢ વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી ઉમંગના પરિચયમાં આવ્યા હતા. જોકે વારંવાર સંબંધ બાંધવા માટે ઉમંગને દબાણ કરતો હતો. જોકે આરોપીએ સંબંધ બાંધવાની ના પાડતા મૃતકે તેના ઘરે આવવાની ધમકી આપી હતી. અને ગામમાં પોતાની ઈજ્જત ન જાય તે માટે હત્યાનુ પ્લાનિંગ કર્યુ અને 16 તારીખે મળવાના બહાને વૃધ્ધની હત્યા નિપજાવી.. હત્યા બાદ ગળામાંથી લુટેલી સોનાની ચેઇન 65 હજાર રૂપિયામાં ઓઢવ માં એક સોની ને વેચી નાખી હતી અને તેમાંથી 39 હજાર રૂપિયા તેની પ્રેમિકાને આપ્યા હોવાનું સામે આવ્યું છે..બીજા પૈસા મળી આવ્યા છે..ત્યારે હત્યા રાત્રે વૃધ્ધ આર.ટી.ઓ સર્કલ પાસે આરોપી ઉમંગ લેવા ગયો હતો જે સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.જે બાદ મૃતક દેવેન્દ્ર સાબરમતી ઘરે લાવી સજાતિય સંબંધ મામલે ધમકી અને દબાણ પગલે આરોપી ઉમંગ હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
આરોપીની સઘન પૂછપરછ કરતા સામે આવ્યુ કે આરોપીએ બાઈકની નંબર પ્લેટ તોડી ને ગટર માં નાખી દીધી છે.. સાથે જ ક્રાઈમ બ્રાંચે લુંટમા ગયેલી સોનાની ચેઈન કબ્જે કરવા સોનીની પણ પુછપરછ હાથ ધરી છે. ત્યારે સજાતિય સંબંધમાં આવેલી કડવાહટ હત્યાનુ કારણ બન્યુ છે..જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.