Ahmedabad: વ્યાજખોરોના ત્રાસથી તો અનેક લોકોએ આપઘાત (suicide) કર્યા હોવાની ઘટના બની હશે. પરંતુ વેપારીઓના ત્રાસથી એક વેપારીએ જીવન ટુકાવ્યું હોય તેવો એક બનાવ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે નોંધાયો છે. 11 વેપારીના નામજોગ અંતિમચીઠ્ઠી લખી વેપારીએ મોતને વ્હાલું કર્યું હતું. જેમાં 60 થી 70 ટકા રૂપિયા ચૂકવ્યા છતાંય વેપારીઓના અસહ્ય ત્રાસથી કંટાળી વેપારીએ નદીમાં ઝપલાવી આત્મહત્યા કરતા વેપારીના પુત્રએ આત્મહત્યા માટે દુષપ્રેરણા, મારામારી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વાડજમાં રહેતા અને આશ્રમ રોડ પર આવેલ રતન્મ બિઝનેશ સ્કેવરમાં એમ.સી.વી.માય ચોઇસ ટેક્સટાઇલ પ્રા. લી કંપનીના માલિક વિજય જિનગરે 18 એપ્રિલના રોજ સાબરમતી નંદીમાં પડતું મૂકી જીવ ટુંકાવ્યું હતું. જેમાં સ્યુસાઇડ નોટમાં મુંબઈના અને અમદાવાદના વેપારીઓ રાજેન્દ્ર શરાફ, ગોપાલભાઈ, નિલેશ પંચાલ, વિનય અગ્રવાલ, સંજય ભાઈ, દીપકભાઈ, અસલમ ભાઈ, કમલેશ ભાઈ, ઋષભ ભાઈ, વિક્રમ તથા યશ નામના વેપારીઓ વિરુદ્ધ સ્યુસાઇડ નોટમાં આક્ષેપ કર્યા છે. જેમાં મૃતકને માર મારવો, ગાળો બોલવી, કોરા કાગળો અને ચેક પર સહીઓ કરાવી લેવી ઉપરાંત રૂપિયા ચૂકવ્યા હોવા છતાંય ખોટા કેસો કરવાની સાથે જ માનસિક રીતે ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, છેલ્લા પાંચ-છ મહિનાથી મુંબઈના વેપારી રાજેન્દ્ર સરાફ, ગોપાલભાઈ તથા નિલેષ પંચાલને 60 થી 70 ટકા રૂપિયા આપીયા તો પણ વારંવાર ધમકી આપતા હતા. તેમજ વિનય અગ્રવાલ તથા રાજેન્દ્ર સરાફ, સંતોષ તથા કૌશિક વ્યાસ ભેગા મળી વેપારી ઓફિસમાં આવી દરરોજ ધાક-ધમકી આપી જબરજસ્તીથી કાગળો પર લખાણ લખાવી દઈ અને ઘણા બધા ચેક પર સહી કરાવીને વિનય અગ્રવાલે વેપારી વિજયભાઈ પર હાથ ઉપાડી ગાળાગાળી કરી હતી.
તેમજ અમદાવાદના વેપારીએ નારોલના બાબા પ્રિન્ટના માલિક સંજયભાઈ તથા દીપકભાઈને પણ મૃતક વેપારી વિજય પેમેન્ટ આપેલ હોવા છતાં બાકી નીકળતા રૂપિયા બાબતે કેસ કર્યો છે અને તેમના માણસ અસ્લમભાઇ મારા પિતાને બાકી નીકળતા રૂપિયા બાબતે બહુ જ પ્રેશર અને ટોર્ચર કરતા હતા. તેમજ ધનલક્ષ્મી ટેક્ષટાઇલ્સના માલિક કમલેશભાઈ તેમજ રિષભ એન્ટરપ્રાઇઝના માલિક રુષભ તેમજ મનીષા મહિમાના માલિકને પેમેન્ટ આપવા છતાં ચેક રિટર્ન લખી નોટિસ મોકલી પેમેન્ટ કરવા છતાં ખોટા કેસ કરી ટોર્ચર કરેલ અને હિન્દુસ્તાનના માલિક વિક્રમભાઈ તેમજ મેક્ષીમાંના માલિક યશ ભાઈ પણ પેમેન્ટ આપેલ. તો પણ ઓફિસ આવીને મારા પિતા સાથે મારામારી કરી ધાક-ધમકી આપી ખોટી રીતે હેરાન કરતા હતા જેથી આ તમામ વેપારીઓના ત્રાસથી આત્મહત્યા કરવા મજબૂર કર્યા છે.
મહત્વની વાત એ છે કે, રૂપિયાની ઉઘરાણી માટે પહોંચેલા વેપારી વિનય અગ્રવાલે ધમકી આપી હતી કે, તેની સાથે આવેલો વ્યક્તિ રૂપાણી સાહેબનો ભત્રીજો છે. અને હવાલા વાળા રૂપિયાની ઉઘરાણી માટે આવ્યો હોવાની ધમકી આપી બધા મંત્રીઓને ઓળખું છું તેમ કહી મૃતક વેપારી માર મારી અપહરણ કરવાની અને હાથ પગ તોડવાની ધમકીઓ પણ આપી હોવાનો આક્ષેપ કરાયો છે. જે મામલે હવે પોલીસે તમામ બાબતો પર તપાસ શરૂ કરી છે. ત્યારે આવનાર સમયમાં આરોપીઓ પકડાયા આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ રહેલી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો