Ahmedabad : અમરાઇવાડીમાં તોફાની તત્વોનો આતંક, 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા

|

Dec 23, 2021 | 6:52 PM

પોલીસ તપાસમાં સામે આવ્યું કે હુમલો કરનાર અમરાઈવાડી વિસ્તારના રહેવાસી અંકિત પરમાર અને જયેશ પરમાર અને એક સગીર હતો. જેઓને પોલીસે રાતો રાત ઘટનાના ગણતરીના કલાકમાં ઝડપી લીધા. જેની તપાસ કરતા સામે આવ્યું કે પહેલો બનાવ રીક્ષા ઓવર ટેક કરતા બન્યો હતો.

Ahmedabad : અમરાઇવાડીમાં તોફાની તત્વોનો આતંક, 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા
અમદાવાદ-અમરાઇવાડીમાં તોફાની તત્વોનો આતંક

Follow us on

18 વર્ષની ઉંમરે લોકો આગળના જીવનમાં શુ કરવું કેવી સિદ્ધિ હાંસલ કરવી તે નક્કી કરતા હોય છે. પણ અમરાઈવાડીમાં બે યુવાનો અને એક સગીરે ગુનાનો રસ્તો અજમાવ્યો. જોકે તેમની વધુ ન ચાલી અને પહેલા જ ગુનાહિત પ્રવૃત્તિમાં પોલીસે તેમને ઝડપી જેલ હવાલે કર્યા.

બુધવારની રાત અમરાઈવાડીમાં આતંકની રાત બની ગઈ હતી. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે અમરાઈવાડી વિસ્તારમાં એક જ રાતમાં 4 અલગ અલગ સ્થળે હુમલાની ઘટના સામે આવી. જે ઘટનામાં ચાર વ્યક્તિ ઘાયલ થયા. જે અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડ્યા.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો,
અમરાઈવાડી વિસ્તારમાં ચાર સ્થળે બનાવ બન્યા જે બનાવમાં
1. જીગર સોલંકી જે આરોપી જયેશનો કૌટુંબિક ભાઈ છે તેના પર મસ્તીમાં હુમલો કર્યો.
2. વીર બહાદુર પર પોસ્ટ ઓફિસ પાસે હુમલો કર્યો
3. મેહુલ પરમાર પર અજય ટેનામનેટ રોડ પર હુમલો કર્યો જ્યાં મેહુલનો મિત્ર પવન પટેલ પણ ઘાયલ
4. યશવંત પટેલ પર ભીલવાળા વિસ્તારમાં હુમલો કર્યો

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

પોલીસ તપાસમાં સામે આવ્યું કે હુમલો કરનાર અમરાઈવાડી વિસ્તારના રહેવાસી અંકિત પરમાર અને જયેશ પરમાર અને એક સગીર હતો. જેઓને પોલીસે રાતો રાત ઘટનાના ગણતરીના કલાકમાં ઝડપી લીધા. જેની તપાસ કરતા સામે આવ્યું કે પહેલો બનાવ રીક્ષા ઓવર ટેક કરતા બન્યો હતો. બાદમાં અન્ય બનાવમાં ઘાયલ રાહદારી તરીકે જતા હતા અને તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. જે ઘટનામાં બે ઘાયલને એલજી હોસ્પિટલમાં આઉટડોર સારવાર અપાઈ તો બે ઘાયલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જે ઘટના અંગે યશવંત પટેલે ફરિયાદ આપતા પોલીસે હુમલો કરનાર બને નવ યુવાન અને સગીરને ઝડપી સીસીટીવી મેળવવા સહિત આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી. તો ઘટનાને પગલે અન્ય આ પ્રકારની ઘટના ન બને માટે પોલીસે નાઈટ પેટ્રોલિંગ વધારવા સહિત ગેરકાયદે પોતાની પાસે હથિયાર રાખનાર સામે કડક કાર્યવાહી શરૂ કર્યાનું નિવેદન આપ્યું.

હાલ તો અમરાઈવાડી પોલીસે ગણતરીના કલાકોમાં હુમલાની ઘટનાનો ભેદ ઉકેલી આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જોકે અમરાઈવાડી વિસ્તારમાં અગાઉ આવા અનેક બનાવ બની ચુક્યા છે. અને હવે આ બનાવ બન્યો. જેના પરથી લાગી રહ્યું છે કે આરોપીઓ પરથી પોલીસનો ખોફ ઓછો થઈ રહ્યો છે. નેથી લૂખા તત્વોને ખુલો દોર મળ્યો છે જેને કંટ્રોલમાં લેવો તેટલો જ જરૂરી છે.

Published On - 6:44 pm, Thu, 23 December 21

Next Article