અમદાવાદ : ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા, હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી

|

Jan 23, 2022 | 6:27 PM

વટવામાં કુતબેઆલ્મ રો હાઉસમાં આજે વહેલી સવારે હત્યાનો બનાવ સામે આવ્યો. જેમાં એક મહિલાની હત્યા થઈ હોવાની માહિતી મળતા વટવા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે મહિલાની ગળાના ભાગે બ્લેડ મારી તેના જ પતિ હત્યા કરી ફરાર થઇ ગયો છે.

અમદાવાદ : ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા, હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી
AHMEDABAD: Police have arrested the husband of a murdered wife in a domestic dispute (આરોપી ફોટો)

Follow us on

અમદાવાદના (Ahmedabad) વટવા વિસ્તારમાં ઘરેલું હિંસામાં પત્નીની હત્યાનો (Murder) બનાવ સામે આવ્યો. જેમાં પત્નીની હત્યા કરનાર પતિની વટવા પોલીસે (POLICE) ગણતરીના કલાકોમાં ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જોકે, હત્યા કરી પતિ ફરાર થયો હતો. પરંતુ, પોલીસની અગમચેતી અને આગવી સુઝને કારણે હત્યારો ઝડપાઇ ગયો છે. અને, પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

ઘરેલું હિંસામાં પત્નીને મળ્યું મોત, હત્યારો પતિ ગણતરીની કલાકોમાં પોલીસની ગિરફ્તમાં

બનાવમાં એમ છે કે વટવામાં કુતબેઆલ્મ રો હાઉસમાં આજે વહેલી સવારે હત્યાનો બનાવ સામે આવ્યો. જેમાં એક મહિલાની હત્યા થઈ હોવાની માહિતી મળતા વટવા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે મહિલાની ગળાના ભાગે બ્લેડ મારી તેના જ પતિ હત્યા કરી ફરાર થઇ ગયો છે. જે ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી.

પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક મહિલા તોફિયાબાનું અને જુનેદખાન પઠાણના લગ્ન 2013માં થયા હતા. જેમના 10 વર્ષના લગ્ન ગાળામાં તેઓને બે સંતાન પણ છે. જે પતિ પત્ની વચ્ચે ચાર દિવસ પહેલા કોઈ બાબતે ઝગડો થતા મહિલા તેના પિયર જતી રહી હતી. જોકે પતિ તેને ગત રોજ મનાવીને પરત ઘરે લઈ આવ્યો હતો. જોકે બાદમાં ફરી બોલાચાલી થતા પતિ જુનેદખાન પઠાણે તેની પત્ની તોફિયાબાનું જ્યારે બાથરૂમમાં હતી ત્યારે તેના ગળામાં ભાગે બ્લેડ મારી હત્યા કરી નાખી. અને પતિ ફરાર થઇ ગયો. જે ઘટનામાં પોલીસને આશંકા છે પત્ની પર શંકા રાખી પતિએ હત્યા કરી હોઇ શકે છે જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હાલ તો ગણતરીના કલાકોમાં પોલીસે હત્યાના ગુનામાં આરોપી પતિને પકડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. પણ જો આરોપી ફરાર થઇ ગયો હોત તો કદાચ પોલીસને તેને પકડવામાં ઘણા દિવસો લાગી ગયા હોત. જોકે પોલીસની સતર્કતાને લઈને આરોપી પતિને પકડવામાં સફળતા રહી અને ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો.

આ પણ વાંચો : દ્વારકાધીશનું મંદિર સોમવારથી ફરી ખુલશે, કોરોના ગાઇડલાઇનના પાલન સાથે દર્શન કરી શકાશે

આ પણ વાંચો : મહેસાણા : બે યુવાનોએ કૃમિ ખાતરના ઉત્પાદનમાં કાઠું કાઢ્યું, જાણો આ યુવકોની સિદ્ધિ ગાથા

Next Article