Ahmedabad: લોકો હવે પોતાના ઘરમાં પણ સલામત નથી! 4 લુંટારુઓએ ઘરમાં ઘૂસી સભ્યોને બનાવ્યા બંધક અને કરી ચોરી

|

Aug 01, 2021 | 10:48 PM

1 કલાક ઘરમાં રહ્યા બાદ પરિવાર પર હુમલો કરી 50 તોલા સોનુ, 5 કિલો ચાંદી, રોકડ રકમ અને મોબાઈલ,  ટેબ્લેટની લુંટ ચલાવી. પરિવારે પ્રતિકાર કરતા લુંટારુઓએ લોખંડના સળિયા વડે તેમના પર હુમલો કર્યો હતો.

Ahmedabad: લોકો હવે પોતાના ઘરમાં પણ સલામત નથી! 4 લુંટારુઓએ ઘરમાં ઘૂસી સભ્યોને બનાવ્યા બંધક અને કરી ચોરી
File Image

Follow us on

શહેરના પોશ એવા બોપલ (Bopal) વિસ્તારમાં લોકો હવે ઘરમાં પણ સુરક્ષિત નથી. કારણ કે પરિવારને આશરે 1 કલાક બંધક બનાવી 4 લુંટારૂઓએ ઘરમાંથી લુંટ (Robbery) ચલાવી છે. પરિવારે પ્રતિકાર કરતા ઘાતક હથિયારો વડે તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો. જોકે પોલીસ તપાસમાં લુંટારુ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી ગ્રામ્ય પોલીસની મદદથી આરોપી સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.

 

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

શહેરના છેવાડે આવેલા બોપલના ઈસ્કોન ગ્રીન બંગ્લોમાં ગત મોડી રાત્રે લુંટનો બનાવ બન્યો. લોંખડના સળીયા, છરી જેવા ઘાતક હથિયારો સાથે ઘરમાં રહેલા પરિવારને બાનમાં લઈ લુંટારુઓએ લુંટને અંજામ આપ્યો. 1 કલાક ઘરમાં રહ્યા બાદ પરિવાર પર હુમલો કરી 50 તોલા સોનુ, 5 કિલો ચાંદી, રોકડ રકમ અને મોબાઈલ, ટેબ્લેટની લુંટ ચલાવી. પરિવારે પ્રતિકાર કરતા લુંટારુઓએ લોખંડના સળિયા વડે તેમના પર હુમલો કર્યો હતો. સમગ્ર મામલે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

 

4 લુંટારૂ ટોળકીએ લુંટને અંજામ આપી ફરાર થયા બાદ ગ્રામ્ય પોલીસ દોડતી થઈ ગઈ છે. ગ્રામ્ય એલસીબી. એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો આરોપીની શોધખોળમાં લાગી છે. ઘરની તપાસ કરતા પોલીસને શંકા છે કે લુંટારુ જાણભેદુ હોય શકે છે. કારણ કે ઘરના મુખ્ય દરવાજા પર ડિજીટલ લોક હતું, માટે જ આરોપીએ મુખ્ય દરવાજાને નુકસાન પહોંચાડ્યા સિવાય બાજુમાં રહેલ લોખંડની ગ્રીલ કાપી પ્રવેશ કર્યો, ઉપરાંત જે રૂમમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ હતી, તે રૂમમાં જ લુંટ કરવામાં આવી છે. જેથી પોલીસને શંકા છે કે આરોપીને સંપુર્ણ માહિતી આપવામાં આવી છે અથવા જાણભેદુ હોય શકે છે.

 

 

લૂંટ કરવા આવેલી ટોળકીના ચાર આરોપીઓ કાળા કલરની બેગ લઈને લૂંટ કરવા આવ્યા હતા. લૂંટારૂઓ માસ્ક પહેર્યા વગર અને હાથમાં તીક્ષ્ણ હથિયાર વડે ઘરમાં ઘૂસ્યા હતા અને છરીની અણીએ દંપત્તિના સોના ચાંદીના દાગીના અને રોકડ સામાન લૂંટી ફરાર થઈ ગયા. લુંટારુઓ રૂમાલ બાંધીને આવ્યા હતા, જે મૂકી ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓમાં ત્રણ શખ્સ ગુજરાતી ભાષા બોલતા હતા અને એક આરોપી હિન્દી બોલતો હતો.

 

 

બંધક બનાવેલ દંંપત્તિએ કહ્યુ કે હમ ગુંડે હૈ ચીલ્લાઓગે તો માર દેંગે કહી ઈજા કરી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ ભગવાનના મંદિરમાં રહેલ ચાંદીના સિક્કા પણ લઈ લીધા હતા. ફરિયાદીના પતિ કાજલ વેકરીયા પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા તેના પર હુમલો કર્યો હતો, જે બાદ ગળામાં પહેરેલી સોનાની ચેઈન પણ ખેંચી લીધી, જેના કારણે કાજલ વેકરીયાને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે પણ આ ગંભીર બનાવથી નાઈટમાં પોલીસ પેટ્રોલીંગના દાવા પોકળ સાબિત થયા છે અને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

 

 

મહત્વનું છે કે સોસાયટીમાં સિક્યુરીટી અને સીસીટીવી બંન્ને હાજર છે. ઉપરાંત દરવાજે ડિજીટલ લોક પણ મારેલુ હતુ. તેમ છતાં લુંટારુ કેવી રીતે લુંટ કરી ફરાર થઈ ગયા તે અંગે પોલીસ પણ મુંજવણમાં છે. ઉપરાંત આરોપી પોતાના કોઈ પુરાવા પણ મુકીને નથી ગયા. જેથી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેઝ અને ચોરીમાં ગયેલા મોબાઈલના લોકેશનના આધારે તપાસ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યું કે આખરે આરોપી ક્યારે પકડાય છે અને શું નવો ખુલાસો થાય છે.

 

આ પણ વાંચો – Jamnagar: વાવાઝોડુ, ભુકંપ, યુદ્ધ, કોરોના જેવી મહામારી વચ્ચે પણ આ મંદિરમાં રામધુન ચાલુ રહી, અખંડ રામધુનને 57 વર્ષ પુર્ણ

Published On - 10:48 pm, Sun, 1 August 21

Next Article