Ahmedabad : સાઇલેન્સર અને ઢોરની ચોરી કરતી આંતરરાજય ગેંગનો પર્દાફાશ, 14 આરોપીની ધરપકડ, 4 આરોપી હજુ ફરાર

|

Jun 14, 2021 | 6:33 PM

Ahmedabad : ગ્રામ્ય એલસીબીએ ગુજરાતનાં અલગ-અલગ જિલ્લાઓમા સાઈલેન્સર ચોરી કરતી 5 ગેંગના 14 સાગરીતોને ઝડપીને આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કર્યો છે. સાઇલેન્સર તેમજ ઢોર ચોરીના 95થી વધુ ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબીને મોટી સફળતા મળી છે.

Ahmedabad : સાઇલેન્સર અને ઢોરની ચોરી કરતી આંતરરાજય ગેંગનો પર્દાફાશ, 14 આરોપીની ધરપકડ, 4 આરોપી હજુ ફરાર
આતરરાજય ગેંગનો પદાર્ફાશ

Follow us on

Ahmedabad : ગ્રામ્ય એલસીબીએ ગુજરાતનાં અલગ-અલગ જિલ્લાઓમા સાઈલેન્સર ચોરી કરતી 5 ગેંગના 14 સાગરીતોને ઝડપીને આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કર્યો છે. સાઇલેન્સર તેમજ ઢોર ચોરીના 95થી વધુ ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબીને મોટી સફળતા મળી છે.

આરોપીઓ બાવળા, ધોળકા, રૂપાલ અન સાણંદનાં આ આરોપીઓએ સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ જેવા જિલ્લામાં સાયલેન્સરની ચોરી કરીને તમામ જિલ્લામાં તરખાટ મચાવ્યો હતો. આરોપીઓ અગાઉ આશીફ પાર્ટીની રૂપાલ ગેંગમાં બાઈક ચોરી, સાયલેન્સર ચોરી અને ઢોર ચોરીના ગુનામાં સામેલ હતા. પરંતુ ચોરીનાં પૈસાના ભાગલા પાડવા બાબતે મનદુખ થતા અલગ અલગ 5 ગેંગ બનાવીને ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા.

આરોપીઓએ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં જિલ્લામાં 29, ગાંધીનગરમાં 15, મહેસાણામાં ખેડામાં 5-5, આણંદમાં 9 એમ કુલ 64 થી વધુ ઈકો ગાડીનાં સાયલેન્સર ચોરી તેમજ અમદાવાદ અને આણંદ જિલ્લામાંથી 31 ઢોરની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લાં 1 વર્ષ દરમિયાન અનેક લોકોના વાહનોમાંથી સાયલેન્સર ચોરી થવાની ઘટનાઓ સતત બની છે. ક્રાઈમબ્રાંચે અનેક આરોપીઓને આ ગુનામાં પકડયા હતા. પરંતુ ચોરીની ઘટનાઓ સદંતર ચાલુ જ હતી. ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે રૂપાલના આસીફ પાર્ટી ગેંગના સાગરીતો ગેંગમાંથી છુટા પડીને અલગ અલગ ગેંગ બનાવી ગ્રામ્ય જિલ્લાનાં ઈકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતી હોવાની બાતમી મળી હતી.

આ બાતમીના આધારે બાવળા તેમજ ધોળકામાં અલગ અલગ જગ્યાઓ પરથી 14 ઈસમોની ધરપકડ કરી 13.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે મુખ્ય આરોપી આસિફ ધોળા દિવસે ગાડીમા પશુ બેસાડીને ચોરી કરતો હતો. જેમાં અમદાવાદ ગ્રામ્ય અને આણંદ જીલ્લામા 8 મહિનામાં 31 પશુ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બીના પીઆઇ આર.જી ખાંટની ટીમે આ ગુનામાં રૂપાલનાં મુખ્ય આરોપી આસિફ ઉર્ફે પાર્ટી વ્હોરા સહિત 14 ઈસમોની ધરપકડ કરી છે. તેઓની પાસેથી 1.80 લાખની કિંમતનાં ઈકો કારનાં 12 સાયલેન્સર, 60 હજારની કિંમતની 6 કિલો પ્લેટીનિયમની માટી, 10 મોબાઈલ ફોન, 10 લાખથી વધુની કિંમતની 4 ગાડીઓ અને રોકડ રકમ 45 હજાર કબ્જે કરી છે. આ ગેન્ગ તમામ આરોપીઓ રીઢા ગુનેગાર છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી આસિફે જેના અત્યાર સુધીમાં 50થી વધુ ગુનો નોંધાય ચુક્યા છે.

પકડાયેલ ગેંગમાંથી 4 આરોપી હજી ફરાર છે. જેને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે. તેમજ આ ગેંગે ચોરી કરેલા અન્ય સાયલેન્સર કોને અને કેટલામાં વેંચ્યા તે દિશામાં પોલીસ તપાસ ચાલુ કરી છે.

Published On - 6:32 pm, Mon, 14 June 21

Next Article