અમદાવાદ : આંતરરાજ્ય બાળ તસ્કરી ગેંગનો પર્દાફાશ, 9 આરોપીને પોલીસે ઝડપી લીધા

|

Mar 05, 2022 | 6:20 PM

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી ૧૭ ફેબ્રુઆરીના રાત્રી દરમિયાન ફુવારા સર્કલ પાસે એક શ્રમિક દંપતિની બાળકીનું અપહરણ થયું. અને આ અપહરણનો મામલો બાળક તસ્કરીનો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું.

અમદાવાદ : આંતરરાજ્ય બાળ તસ્કરી ગેંગનો પર્દાફાશ, 9 આરોપીને પોલીસે ઝડપી લીધા
Ahmedabad: Inter-state child trafficking gang busted, 9 accused nabbed by police (પ્રતિકાત્મક તસ્વીર)

Follow us on

એક સમયનો કૂખ ભાડે આપવાથી શરૂ થયેલો વેપાર બાળ તસ્કરી (child trafficking)સુધી પહોંચ્યો છે. આવો જ કંઇક કિસ્સો અમદાવાદથી (Ahmedabad) સામે આવ્યો છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી 21 દિવસ પહેલા ગુમ થયેલી બાળકી સુરતમાંથી મળી આવી, સાથે જ બાળ તસ્કરી કરતા 9 આરોપીઓ પણ પકડાયા અને આંતરરાજ્ય બાળ તસ્કરી (inter-state gang)કરતી ગેંગનો પર્દાફાશ થયો.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી ૧૭ ફેબ્રુઆરીના રાત્રી દરમિયાન ફુવારા સર્કલ પાસે એક શ્રમિક દંપતિની બાળકીનું અપહરણ થયું. અને આ અપહરણનો મામલો બાળક તસ્કરીનો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું. પ્રાથમિક તબક્કે આ કેસમાં પોલીસે અપહરણ અંગે તપાસ કરી, તો કેટલીક ચોંકાવનારી વિગતો પણ મળી અને સેરોગેસીના નામે બાળક તસ્કરી કરી અને બાળકોના સોદા કરતી ગેંગને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડી.

પોલીસ કસ્ટડીમાં આવેલા તમામ આરોપીઓને બાળકના અપહરણમાં અલગ અલગ રોલ રહ્યા છે. પરંતુ ટોળકીનું કામ એક જ હતું બાળકોને વેચવાનું. આ ગેંગ રાજ્યમાંથી બાળકોની તસ્કરી કરી બાળકોને હૈદરાબાદ વેચવાનું કામ કરતી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી રમ્યા ગુરરમ, ઊર્મિલા પરમાર , વર્ષા ખસિયા , કિંજલ સાધુ, અશ્વિન ખસિયા, વિજય પરમાર અને અંજુમ એસ્લાવય છે. આ આરોપીઓ મહેસાણા , અમદાવાદ , વડોદરા અને હૈદરાબાદ વિસ્તારના રહેવાસીઓ છે. પણ આ ટોળકી ભેગા મળી દંપતી અશોક ચેટીમલ્લા અને પત્નીને બાળક જોઈતું હોય 2 લાખમાં બાળક વેચ્યું હતું. જેથી સુરતના દંપતિ પાસેથી બાળક પરત મેળવી તેના માતા-પિતાને પોલીસે સોંપ્યું હતું.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જો ગુનાની હકીકત જાણીએ તો 17 ફેબ્રુઆરીએ રાત્રે મહેસાણાના લાખવડના રહેવાસી ચિરાગ સાધુ, કિંજલ પરમાર અને પ્રેમી વિજય પરમાર અમદાવાદના સરદારનગરમાં રહેતા સોમેશ પૂજારી સાથે મળી રખિયાલ, બાપુનગર ,સરદાર નગર અને ગોમતીપુરમાં રેકી કર્યા બાદ બાળકીનું અપહરણ કરી ફરાર થયા હતા.જોકે આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા એક રીક્ષા પર લાગેલા જાહેરાતના એક સ્ટીકર પરથી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. પહેલા તો પોલીસ અપહરણ કરનાર 4 આરોપી સુધી પહોંચી. પરંતુ આ કેસમાં સંડોવાયેલા આરોપી કિંજલ અને તેનો પ્રેમી વિજય વડોદરામાં રહેતા વર્ષા અને અશ્વિન ખસિયાને બાળકીને વેચવા હૈદરાબાદ પહોંચી ગયા હતા. જ્યાં તેમને નંદીની , રમ્યા અંજુમ અને ભવાની નામની મહિલા સાથે મુલાકાત થઈ હતી. બાદમાં હૈદરાબાદના ડોક્ટર દામોદર સાથે મળી 2 લાખમાં અપહ્યત બાળકીને વેચી.

જોકે આ મામલે પોલીસને તપાસમાં કેટલાક રહસ્યો મળતા વધુ તપાસ આદરી અને સુરતના અશોક ચેટીમલ્લાંને આરોપી કિંજલનું આધાર કાર્ડ મોકલી પોતાનું જ બાળક વેચવા આવશે. કેમ કે તેમના પિતાનું અવસાન થયું હોવાની કહાની પણ અશોક ચેટીમલ્લાને કરી હતી . એટલું જ નહીં પોલીસે તપાસ કરતા એ પણ સામે આવ્યું કે આરોપી કિંજલ અને વર્ષા સેરોગેસીથી બાળક લાવતા અને તે દરમિયાન ગુજરાત સહીત અન્ય રાજ્યોની હોસ્પિટલોના સંપર્કમાં આવી જરૂરિયાત મંદોને બાળકોને વેચતા અને રૂપિયા કમાતા હોવાનો ખુલાસો થયો. હાલ પકડાયેલા આરોપી પૈકી રમ્યાના મોબાઈલ ફોનમાંથી પણ કેટલાક બાળકોના ફોટો મળી આવતા અન્ય બાળકોને પણ તસ્કરી થઈ હોવાનું પોલીસ માની રહી છે. જોકે આરોપી ઉર્મિલા પરમારે પણ અગાઉ પોતાના જ પરિવારના એક બાળકને વેંચ્યુ હોવાનો ખુલાસો કરતા પોલીસે આ અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Vadodara : ક્રાઇમ બ્રાંચે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના હોદ્દેદારોના નિવેદન લીધા

આ પણ વાંચો : Surat: કાપડની દુકાનમાંથી 2.20 લાખ રૂપિયાની ચોરી કરનાર બે આરોપી પકડાયા, 71 હજારની મત્તા કબજે કરાઈ

 

Next Article