અમદાવાદમાં (Ahmedabad) એક વિચિત્ર કિસ્સો. (Strange case)પતિ જ પત્ની અને દીકરીને રઝડતા મૂકી વિદેશ ભાગી ગયો. જોકે પત્નીને સોશ્યલ મીડિયા (Social Media) મારફતે જાણ થતાં પત્નીએ પતિ સહિત સાસરિયા પક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધાવી.
કાલુપુર પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે કે તેનો પતિ તેને છોડીને કહ્યા વગર us જતો રહ્યો છે. તેમજ તેનો આક્ષેપ છે કે પતિ અને સાસરી પક્ષ લગ્ન બાદ જ તરત તેને માનસિક ત્રાસ આપતા. તેમજ કરિયાવરનું કહીને દહેજની પણ માંગ કરતા. છેલ્લા 10 વર્ષથી ચાલતા આવતા આ ત્રાસના કારણે આખરે કંટાળી પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શું છે સમગ્ર ઘટના ?
કાલુપુર પોલીસ સ્ટેશનમાં 1 ફેબ્રુઆરી એક પરિણીતાએ ફરિયાદ કરી કે 2012 માં તેના લગ્ન કે કે નગરમાં સમર્પણ ટાવરમાં રહેતા વત્સલ શાહ સાથે થયા હતા. જે લગ્ન તરત બાદ સાસુ-સસરા અને દિયર અને પતિ કરિયાવડ બાબતે મેના ટોણા મારતા અને દહેજ માંગી માનસિક ત્રાસ આપતા. એટલું જ નહીં પણ 2013માં તેઓ મુંબઈ રહેવા ગયા, જ્યાં તેઓને દીકરી થઈ. જે પેગ્નન્સી દરમિયાન સાસરી પક્ષ તેને દીકરી થશે એબોર્શન કરવું પડશે તેવું દબાણ કરતા અને માનસિક ત્રાસ આપતા. અને ત્યારે તે પિયરમાં રહેવા ગયા. 2014 અને 2015 માં મુંબઇ રહેતા ત્યારે સતત માનસિક ત્રાસ યથાવત રખાયો.
2017માં પતિએ પત્નીને અમેરિકા જઈશું અને સારી રીતે રહીશું તેવું જણાવી જવા કહેતા વાતમાં આવી પોતાનો અને દીકરીનો પાસપોર્ટ પતિને આપ્યો. બાદમાં પતિ પત્નીને સતત પ્રોસેસ ચાલતી હોવાના આશ્વાસન આપતો. જોકે પરિણીતાને ખ્યાલ ન હતો કે પતિ એકલો us જતો રહેશે. ફરિયાદીએ કોન્ટેકટ કરતા કોન્ટેકટ થયો નહિ મકાન બંધ મળી આવેલ. બાદમાં 2019માં દિયરનું સોશ્યલ મીડિયા ફેસબુક એકાઉન્ટ જોતા તેમાં us ના ફોટો મળી આવ્યા. બાદમાં પણ પરિણીતાએ 2019માં તપાસ ચાલુ રાખતા પતિનો મોબાઈલ બંધ આવ્યો. 2019-20 અને 21 માં સાસુ સસરાનો સંપર્ક કરતા યોગ્ય જવાબ ન મળતો કે પતિ ક્યાં છે. જેથી પરણિતાએ તેના પતિ અને સાસરી પક્ષ સામે માનસિક ત્રાસ આપતા અને દહેજ માંગ કરતા ફરિયાદ કરેલ છે. જે પતિ us હોઈ અને અન્ય આરોપી અમદાવાદ હોઈ તેઓને પકડવાની પોલીસે કાર્યવાહી ચાલુ છે.
હાલમાં પરિણીતાએ તેના પતિ વત્સલ શાહ, સસરા અરવિંદ શાહ, સાસુ મીના શાહ અને દિયર પંથક શાહ સામે પોલીસ ફરિયાદ કરી છે. જે ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પણ જોવાનું એ રહે છે કે જે પતિ પત્નીને જાણ બહાર us ભાગી ગયો તેને પોલીસ ક્યારે અને લેવી રીતે ઝડપી લે છે. અને પરિણીતાને ક્યારે અને કેવો ન્યાય મળે છે.
આ પણ વાંચો : Kutch: 9 મહિનામાં ઝડપાઇ અધધ 25 કરોડની વીજચોરી, 40,000 કનેકશન ચેક કરાયાં
આ પણ વાંચો : રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. 91 કરોડ મંજૂર :કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી