AHMEDABAD : આકાશ નામનો યુવક કે જે વેજલપુરમાં રહે છે તે થોડા સમય પહેલા તેના ઘર પાસે એક સગીરા તેમના કોઈ સબંધીને ત્યાં રહેવા આવી હતી. તે દરમ્યાન બંનેની આંખો મળી ગઈ હતી અને બંનેએ એકબીજા સાથે મોબાઈલ નંબર અને ઇન્સ્ટાગ્રામ આઈડીની આપલે કરી હતી.
ફોનમાં થોડા સમય સુધી વાત કર્યા બાદ બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જોકે સગીરાના પરિવારને જાણ થતા પરિવારના સભ્ય બંનેને એકબીજાથી દૂર રહેવા સમજાવ્યા હતા.
પરંતુ આરોપી આકાશ દ્વારા સતત સગીરા યુવતીને ફોન કરીને વાત કરવાનું ચાલુ જ રાખ્યું હતું. અને આખરે સગીરા યુવતીના પરિવારજનોએ યુવતીને આકાશ સાથે વાત ન કરવા માટે ઠપકો આપ્યો હતો. આ વાતનું સગીરાને માઠું લાગ્યું હતું અને તે ઘરેથી ભાગી ગઈ હતી.
સગીરાએ ઘરેથી ભાગીને સીધો તેના પ્રેમી આકાશને ફોન કર્યો હતો અને આકાશ કાર લઈને તેને લેવા આવ્યો હતો. સગીરા યુવતી ગુમ થતા તેની માતાએ ઘાટલોડિયા પોલીસ(Police) સ્ટેશનમાં ફરિયાદ (FIR) નોંધાવી હતી.
સગીરા યુવતીને પરિવારજનો દ્વારા આકાશ સાથે વાત કરવાની ના પાડી હોવા છતાં પણ તે આકાશ સાથે ફોન પણ વાત કરતી હતી જેને કારણે તેના માતાએ ફોન લઈ લીધો હતો. જો કે થોડા સમય બાદ ફરીથી સગીરા પાસેથી વધુ એક મોબાઈલ ફોન પકડાયો હતો.
સગીરાની પૂછપરછ કરતા માલુમ પડ્યું કે સગીરાના પ્રેમી આકાશે વાત કરવા માટે તેને મોબાઈલ ફોન આપ્યો હતો. જેને લઈને પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.
પોલીસે ફરિયાદ નોંધયા બાદ ગુમ સગીરાને શોધવા ફોનના CDR મેળવી સગીરા યુવતીની તપાસ હાથ ધરી હતી જેમાં સગીરા યુવતી તેની બહેનપણીના ત્યાં રાત રોકાઈ હોવાનું સામે આવ્યું હતું. જો કે સગીરા ઘરેથી ભાગી ત્યારે તેને તેનો પ્રેમી આકાશ કારમાં નારણપુરા વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો જ્યાં તેણે સગીરાને શારીરિક અડપલાં કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે આરોપી પ્રેમી આકાશ સામે ગુનો નોંધ્યો છે.
સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ પહેલા 2 વાર આકાશ અને સગીરાને સમજાવ્યા હતા. જો કે તે સમયે આકાશ દ્વારા હવેથી વાત નહિ કરવા અને સગીરા યુવતીને ભૂલી જવાની બાંહેધરી આપી હતી. જેને લઈને સમાજમાં આબરૂ ન જાય તે માટે સગીરાની માતાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ ફરીથી આકાશે સગીરા સાથે મળવાનું અને વાત કરવાનું ચાલુ રાખ્યું હતું અને આખરે પરિવારજનોને પોલીસ ફરિયાદ (Police Complain)કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો : દેશમાં 1 જુનથી મોંધી થશે હવાઈ મુસાફરી, જાણો તમારા ગજવા પર શું પડશે અસર