Ahmedabad: મુકબધીર પત્નીએ પતિ પર છરી વડે કર્યો હુમલો, પોલીસે પત્નીની કરી ધરપકડ, જાણો શું છે ઘટના

|

Jan 04, 2022 | 6:46 PM

Ahmedabad: નારોલ માં મુકબધીર દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નિએ પતિ પર છરીથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

Ahmedabad: મુકબધીર પત્નીએ પતિ પર છરી વડે કર્યો હુમલો, પોલીસે પત્નીની કરી ધરપકડ, જાણો શું છે ઘટના
Ahmedabad: Deaf wife attacks husband with knife

Follow us on

Ahmedabad: નારોલ માં મુકબધીર દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નિએ પતિ પર છરીથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પતિને પત્ની પર અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શકા હતી. જેથી બન્ને વચ્ચે ઝઘડો થયો અને પત્નીએ છરીથી હુમલો કર્યો હતો. પોલીસે મુકબધીર પત્નીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતી આ મહિલા આશાબેન વાણીયા છે. જેને પોતાના પતિની હત્યાનું ષડ્યંત્ર રચીને છરીથી હુમલો કર્યો. ઘટનાની વાત કરીએ તો આશાબેન અને તેના પતિ ભરતભાઇ વાણીયા મુકબધીર છે. ભરતભાઈને પત્નિ કોઈની સાથે અનૈતિક સબંધ હોવાની શકા હતી. જેથી બન્ને વચ્ચે ઝઘડો થતો હતો.

જેની અદાવત રાખીને આશાએ 1 જાન્યુઆરી ના રોજ પતિ ભરતને થેલો કોઈ લઈ ગયું હોવાનું કહીને નારોલ કેનાલ નજીક બોલાવ્યો અને છરીથી હુમલો કરી દીધો. ત્યારે ભરત પત્નીથી બચીને ભાગી ગયો. ઇજાગ્રસ્ત ભરતને સારવાર માટે એલ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નારોલ પોલીસે પત્ની આશા વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ભરત વાણીયા અને આશા વાણીયા બન્ને મુકબધીર છે. તેમને બે સંતાન છે. એક વર્ષ પહેલાં ભરતભાઈને અકસ્માત થતા તેઓની નોકરી છૂટી ગઈ હતી. જ્યારે પત્ની અસલાલીમાં આવેલ એમેઝોન કંપનીના ગોડાઉનમાં મજૂરી કામ કરે છે. આ એમેઝોન કંપનીમાં કામ કરતા એક કર્મચારી સાથે આશા વીડિયો કોલિંગમાં ઈસરાથી અને વોટ્સએપ ચેટથી વાતો કરતી હતી.

જે ભરતભાઇને પસંદ નહતું. આશાનું તેના સહકર્મી સાથે સંબંધ હોવાની શંકા ભરતભાઇને હતી. જેથી બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો. આ ઝઘડાની અદાવત અને પતિનું કાસળ કાઢી નાખવા આશાએ હત્યાનું ષડ્યંત્ર રચીને ભરતભાઈને બોલાવ્યા હતા.

નારોલ પોલીસ પતિ પર હુમલા કેસમાં આશાની ધરપકડ કરી છે. આશા મુકબધીર હોવાથી એક્સપર્ટની મદદ લઈને તેની પૂછપરછ શરૂ કરી છે. આ હુમલા પાછળ ફક્ત આશાની ભૂમિકા હતી કે અન્ય કોઈ વ્યક્તિ પણ સડોવાયેલું છે તે મુદ્દે આરોપી આશાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: JEE Advanced 2022: JEE મેઇન વગર પણ આપી શકાશે JEE એડવાન્સ 2022, ત્રીજી તક પણ મળશે

આ પણ વાંચો: Padhe Bharat Campaign: શિક્ષણ મંત્રાલયે ‘પઢે ભારત અભિયાન’ કર્યું શરૂ, પુસ્તકોની પ્રથમ યાદી કરી જાહેર

Next Article