Ahmedabad: નિવૃત્ત કલેક્ટરના પુત્રવધૂએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત, સ્યુસાઈડ નોટમાં લખી આ વાત

Ahmedabad: નિવૃત્ત કલેક્ટરના પુત્રવધૂએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત, સ્યુસાઈડ નોટમાં લખી આ વાત

| Edited By: | Updated on: Oct 15, 2021 | 11:36 AM

Ahmedabad: નિવૃત્ત કલેક્ટર સી.પી. પટેલના આ પુત્રવધુ કૃપાબેનેપોતાનું જીવન ટુંકાવ્યું છે. કૃપાબહેને લખેલી સ્યુસાઈડ નોટમાં તેમની બે પુત્રીઓના હક્ક બાબતે માંગણી કરી છે.

અમદાવાદઃ સેટેલાઈટમાં નિવૃત્ત કલેક્ટરના પુત્રવધુ કૃપા પટેલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતક કૃપા પટેલની સ્યુસાઈડ નોટ મળી પણ તેમના ઘરેથી મળી છે. સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મિલકત, જમીન દીકરીઓને આપજો. તેમણે અંદર લખ્યું છે કે ‘‘મારા મોત પછી બે દીકરી મા-બાપ વગરની થશે, મિલકત એમના નામે કરજો’’.

તમને જણાવી દઈએ કે નિવૃત્ત કલેક્ટર સી.પી. પટેલના આ પુત્રવધુ હતા. જેઓએ પોતાનું જીવન ટુંકાવ્યું છે. કૃપાબહેને લખેલી સ્યુસાઈડ નોટમાં તેમની બે પુત્રીઓના હક્ક બાબતે માંગણી કરી છે. દુખદ વાત એ છે કે ત્રણ વર્ષ પહેલા તેમના પતિનું અકસ્માત થયું હતું. જે બા પતિ ચિરાગભાઈ બ્રેઈન ડેડ છે અને સસરા એટલે કે નિવૃત્ત કલેક્ટર સી.પી. પટેલ અને પરિવાર તેમની સંભાળ લઈ રહ્યાં છે. પતિની કસ્ટડી લેવા માટે કૃપાબહેન કાયદાકીય લડત આપતા હતા. અંતે તેમણે પોતાનું જીવન ટુંકાવ્યું છે.

જ્યારે તેઓએ આત્મહત્યા કરી ત્યારે મોટી પુત્રી અમેરિકા છે અને નાની પુત્રી સુઈ રહી હતી. આ મામલે સેટેલાઈટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સેટેલાઈટ પોલીસને જાણકારી મળી હતી કે રાજસૂર્યા બંગલોઝ પાસે આવેલા શેલરાજ બંગલોઝના મકાન નંબર 23-24 માં એક મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો છે. સેટેલાઈટ પોલીસે મૃતકના ફોન, સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: વાડજ વિસ્તારના એક મકાનમાં આગ લાગવાની ઘટના, સિદ્ધિ ફ્લેટના મકાનમાં લાગી આગ

આ પણ વાંચો: સંઘ મુખ્યાલયથી RSS વડા મોહન ભાગવતનું સંબોધન, કહ્યું ‘અંદરો-અંદરના ભેદભાવ આપણને કરે છે જર્જરિત’

Published on: Oct 15, 2021 11:33 AM