Ahmedabad: મહિલા પોલીસ સ્ટેશનની ચર્ચાસ્પદ ઘટના, મહિલાને બજારમાં વેચી નાખવાની ધમકી આપનાર નણદોઈની થઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો

|

Jan 09, 2022 | 2:03 PM

Ahmedabad: શહેરની પૂર્વ મહિલા ક્રાઇમ પોલસે એક ચર્ચાસ્પદ ઘટનાના આરોપીની ધરપકડ કરી છે. એક એવો આરોપી કે જેણે પોતાના સાળાની પત્નીને બજારમાં વેચી નાખવાની ટેલિફોનિક ધમકી આપી હતી.

Ahmedabad: મહિલા પોલીસ સ્ટેશનની ચર્ચાસ્પદ ઘટના, મહિલાને બજારમાં વેચી નાખવાની ધમકી આપનાર નણદોઈની થઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો
Accused

Follow us on

Ahmedabad: શહેરની પૂર્વ મહિલા ક્રાઇમ પોલસે એક ચર્ચાસ્પદ ઘટનાના આરોપીની ધરપકડ કરી છે. એક એવો આરોપી કે જેણે પોતાના સાળાની પત્નીને બજારમાં વેચી નાખવાની ટેલિફોનિક ધમકી આપી હતી. આ ઘટનાની ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો. પરંતુ આખરે મહિલા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડયો છે.

મહિલા ક્રાઇમ બ્રાંચે રમજાન અકબરઅલી તવર નામના શખ્સની ધરપકડ કરી છે. કેમ કે, પકડાયેલ શખ્સ પર ફરિયાદી મહિલાનો આરોપ છે કે આરોપીએ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. એટલું જ નહીં ફરિયાદી મહિલાએ પોતાના પતિ સબ્બીર વિરુદ્ધ શારીરિક અત્યાચાર કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાતા આરોપી પતિ ફરાર થઇ ગયો છે.

ફરિયાદની હકીકત જાણીનએ તો પોલીસે પકડેલ નણદોઇએ ફરિયાદી મહિલાને ધમકી આપી હતી કે તારી કિંમત બોલ તને ખરીદી લઈશ અને બજારમાં વેચી નાખીશ. તેવી ટેલિફોનિક ધમકી આપતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદના આધારે પોલીસે ફરાર આરોપી રમજાન અકબરઅલી તવરની રાજસ્થાનના લાડીનુ ધરપકડ કરી લીધી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ફરિયાદી મહિલાએ થોડા મહિના અગાઉ ફરિયાદ કરી હતી કે, તેનો પતિ નણદોઈ તથા તેના સાસુ-સસરા તેના પર અસહ્ય શારિરીક અને માનસિક અત્યાચાર કરે છે. અને તેનો પતિ અવારનવાર તેની સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે. આ ઘટનાની જાણ પકડાયેલા આરોપી રમજાનને આરોપીએ ફરિયાદી મહિલા અને તેના પરિવારજનોને રૂબરૂ અને ફોન પર ધમકી આપી આપી હતી. જેમાં પોલીસે તપાસ દરમિયાન હાલ આરોપી રમજાનને ઝડપી પાડયો છે અને ફરિયાદીના પછી સબીરને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

હાલતો પૂર્વ મહિલા ક્રાઈમે ઘટનામાં એકની ધરપકડ કરી લીધી છે. તો પોતાની પત્ની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનાર સબ્બીર ચેજરાને પકડવા પોલીસે અલગ અલગ ટિમ બનાવી ધરપકડની કવાયત તેજ કરી છે. ત્યારે જોવાનું એ પણ રહે છે કે, ફરાર આરોપી ક્યારે અને કેવી રીતે અને ક્યાંથી ઝડપાય છે.

 

આ પણ વાંચો: રેલવે વિભાગમાં એક લાખથી વધુ લોકોને રોજગારી મળશે, બહાર પાડેલી ભરતી માટે એક કરોડ 24 લાખ અરજી આવી: રેલવે પ્રધાન

આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, જલ્દી કરો અરજી

Next Article