AHMEDABAD : બોપલ ગ્રીન બંગલોમાં દંપત્તિ પર જીવલેણ હુમલો કરી 18 લાખની લૂંટ કરનારા ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા

|

Aug 16, 2021 | 7:57 PM

15 દિવસ પહેલા ઇસ્કોન ગ્રીન બંગલોમાં 4 જેટલા લૂંટારૂઓએ ધાડ પાડી હતી. એક બંગલોમાં દંપતીને બંધક બનાવી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને સોના-ચાંદીના દાગીના મળી કુલ 18 લાખની લૂંટ ચલાવી હતી.

AHMEDABAD : અમદાવાદના બોપલમાં થયેલી ચકચારી લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. કહેવાતા સુરક્ષિત અને લક્ઝુરીયસ ઇસ્કોન ગ્રીન બંગલોમાં દંપતીને મધરાતે બંધક બનાવી લૂંટ ચલાવનાર દાહોદ ગેંગના ત્રણ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે અને તેની પાસેથી 1.43 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, 15 દિવસ પહેલા ઇસ્કોન ગ્રીન બંગલોમાં 4 જેટલા લૂંટારૂઓએ ધાડ પાડી હતી. એક બંગલોમાં દંપતીને બંધક બનાવી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને સોના-ચાંદીના દાગીના મળી કુલ 18 લાખની લૂંટ ચલાવી હતી.

આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા તેમણે મોહનીયા ગેંગના મુકેશ મોહનિયા, રામસિંહ માવી અને કલસિંગ ડામોર નામના ત્રણ આરોપીઓને દબોચી લીધા.જો કે આ ગુનાનો માસ્ટર માઇન્ડ અને મુખ્ય આરોપી રામસીંગ ઉર્ફે ધોકો ફરાર છે, જ્યારે પકડાયેલ એક આરોપી મુકેશ મોહનિયા 16 જેટલા ગુનામાં વોન્ટેડ છે.આરોપીઓની ધરપકડ સાથે જ બોપલ, અડાલજ અને સાણંદના ઉલારિયામાં થયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.

આ પણ વાંચો : Shravan 2021 : શિક્ષકે માટીમાંથી 12 જ્યોતિર્લીંગની પ્રતિકૃતિઓ બનાવી, લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું છે સ્થાન

Next Video