Ahmedabad: વિધિના બહાને ભુવાએ 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને આચર્યું દુષ્કર્મ, પોલીસે ભુવાની કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

|

Mar 25, 2022 | 5:27 PM

સોલા વિસ્તારમાં માતાજીની વિધિના બહાને ભુવાએ 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ પોલીસે ભુવાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Ahmedabad:  વિધિના બહાને ભુવાએ 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને આચર્યું દુષ્કર્મ, પોલીસે ભુવાની કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો
ફોટો - આરોપી

Follow us on

Ahmedabad: સોલા વિસ્તારમાં માતાજીની વિધિના બહાને ભુવાએ 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ પોલીસે ભુવાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આ છે ભુવો. મહેશ રાવલ નામના આ ભુવાએ 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેને મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટના એવી છે કે, સોલા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા 22 માર્ચના રોજ રાત્રે 11 વાગે ઘરે નહીં મળી આવતા પરિવારે શોધખોળ કરી. ત્યારે બીજા દિવસે સગીરા મહેસાણામાં આવેલા મામા ના ઘર નજીક મળી આવી. સગીરાની પૂછપરછ કરતા ભૂવો મહેશ રાવલ ગાડીમાં ફરાવવા લઈ જવાના બહાને લઈ ગયો હોવાના વાત સામે આવી. ત્યાર બાદ હોટલમાં જમવાનું કહીને તેની સાથે રૂમમ દુષ્કર્મ આચર્યું હતું.

આરોપી દુષ્કર્મ બાદ સગીરાને ઘરે મુકવા આવ્યો ત્યારે ભીડ જોઈને મહેસાણા લઈ જઈને છોડીને ફરાર થઈ ગયો હતો. આ દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

સગીરાના ઘરે માતાજીની વિધિ કરવા માટે ભુવો મહેશ રાવલ અને ભુવો ખલી એક મહિના પહેલા આવ્યા હતા. આ દરમ્યાન આરોપીને સગીરા પસંદ આવી જતા તેને મોબાઈલ નંબર આપ્યો હતો. અને બીજી વખત ફરી વિધિ કરવાના બહાને આવ્યો અને સગીરાને મોબાઈલ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. 22 માર્ચની રાત્રે પણ સગીરાને ફોન કરીને બોલાવી અને ફરવા લઇ જવાના બહાને દુષ્કર્મ આચરીને છોડીને ફરાર થઈ ગયો હતો. સોલા પોલીસે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી મહેશ રાવલની ધરપકડ કરી લીધી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અંધશ્રદ્ધાના નામે ઢોંગી ભૂવાઓ લોકો સાથે ઠગાઈ કરતા હોય છે. પરંતુ આ ભુવાએ તો પ્રેમજાળમાં ફસાવીને સગીરાને ભગાડીને દુષ્કર્મ આચરી છોડી દીધી હતી. આ ગંભીર ઘટનાથી દરેક માતા પિતાએ ચેતવાની જરૂર છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને મેડિકલ તપાસ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: School Teacher Mobile Ban: ડીએમનો આદેશ, શિક્ષકોને ક્લાસમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ

આ પણ વાંચો: CUET 2022: હવે કોલેજમાં એડમિશન કેવી રીતે મેળવવું? જાણો તમારા દરેક પ્રશ્નનો જવાબ 10 પોઈન્ટમાં

Next Article