Ahmedabad: ATM સેન્ટરમાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતજો! ATMમાં પૈસા કાઢવાના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

ATMમાંથી પૈસા કાઢવામાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતજો. કેમકે તમે મદદ લેવામાં લૂંટાઈ શકો છો. જી હા આવા જ ગુનાઓને અંજામ આપનાર ગેંગ પોલીસ સકાંજા માં આવી ગઈ છે. મદદના નામે ATM કાર્ડ બદલીને ઠગાઈ કરતી ગેંગના ત્રણ લોકોને ઈસનપુર પોલીસે ઝડપી પાડી ATM ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલયો છે. ફોટામાં દેખાતા શખ્સોના નામ છે […]

Ahmedabad: ATM સેન્ટરમાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતજો! ATMમાં પૈસા કાઢવાના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ
| Edited By: | Updated on: Aug 04, 2021 | 5:25 PM

ATMમાંથી પૈસા કાઢવામાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતજો. કેમકે તમે મદદ લેવામાં લૂંટાઈ શકો છો. જી હા આવા જ ગુનાઓને અંજામ આપનાર ગેંગ પોલીસ સકાંજા માં આવી ગઈ છે. મદદના નામે ATM કાર્ડ બદલીને ઠગાઈ કરતી ગેંગના ત્રણ લોકોને ઈસનપુર પોલીસે ઝડપી પાડી ATM ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલયો છે.

ફોટામાં દેખાતા શખ્સોના નામ છે શ્યામ રાઠોડ, સમસુદ્દીન મન્સૂરી અને સતીશ રાઠોડ. આ ત્રણેય શખ્સોએ શહેરના અનેક લોકોને મદદના નામે છેતર્યા છે. થોડા દિવસો પહેલા ઘોડાસર વિસ્તારમાં ATMમાં પૈસા જમા કરાવવા ગયેલા મહિલાને ખાતામાં પૈસા જમા ન થતા પાછળ ઉભેલા વ્યક્તિએ મદદ કરવાનું કહીને ATM કાર્ડ લઈને તે કાર્ડ બદલી અન્ય કાર્ડ આપી 40 હજારથી વધુ રકમ ઉપાડી ઠગાઈ કરી હતી. જેના CCTV સામે આવતા પોલીસને એક આરોપીની ઓળખ થતા ગોવિંદવાડી પાસેથી સમગ્ર ગેંગની ધરપકડ કરી હતી.

આરોપીઓની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં ATM પાસે ઉભા રહીને વૃદ્ધો કે, મહિલાઓ જે પૈસા ઉપાડવા કે જમા કરાવવા જાય તો તેની પાછળ જઈને પિન જોઈ લેતા હતા. જે તે વ્યક્તિનું એટીએમ કાર્ડ નાખી પૈસા ઉપાડી તેઓને આપી દેતા. બાદમાં તે વ્યક્તિનું ઓરીજીનલ એટીએમ કાર્ડ લઈ લેતા અને ભળતું કાર્ડ આપી રવાના થઈ જતા. અને તે વ્યક્તિના ઓરીજીનલ કાર્ડમાંથી પૈસા કાઢી લઈ લોકોના નાણાં પડાવી લેતા.

જે ભળતું કાર્ડ વ્યક્તિઓને આપે તે અગાઉ કોઈ સાથે ઠગાઈ કરી હોય તેનું કાર્ડ આપી દેતા. આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેઓએ આ રીતે અનેક લોકોના ATM બદલી ખાતામાંથી પૈસા ઉપાડી છેતરપીંડી આચરી છે ત્યારે આરોપીઓ પાસેથી પોલીસે 13 ATM કાર્ડ, 40 હજાર રોકડ અને 4 મોબાઈલ અને ઓટો રીક્ષા સહિત 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી 4 ગુનાનો ભેદ ઉકેલયો છે.

હાલ ઇસનપુર, કાગડાપીઠ અને માધુપુરા વિસ્તારમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપી શ્યામ અને સમસુદ્દીને અમદાવાદ શહેર સિવાય બાવળા, નડીયાદ તેમજ કલીકુંડથી અને ચાંગોદરથી આ પ્રકારે લોકોના ATN બદલીને પૈસાની ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. આવા અસંખ્ય ગુનાઓ આરોપીઓએ આચર્યા છે પણ અનેક પોલીસસ્ટેશનમાં ફરિયાદ લેવાઇ નથી.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રવિ દહિયાએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં સ્થાન મેળવ્યું,ભારતને અપાવશે પ્રથમ ગોલ્ડ મેડલ

આ પણ વાંચો: Vadodara : સુરતની ગજેરા સ્કૂલની મનમાનીને લઇને સીએમ રૂપાણીનું નિવેદન,કહ્યું નોટિફિકેશનનો ભંગ સરકાર નહિ ચલાવે

Published On - 5:21 pm, Wed, 4 August 21