Ahmedabad : ફરી MD Drugs સાથે 2 શખ્સોની ધરપકડ, રાજસ્થાન કનેક્શન ખુલ્યું

|

Jun 18, 2022 | 10:35 AM

આ ડ્રગ્સ રાજસ્થાનથી લાવી અમદાવાદમાં સરસપુર વિસ્તારમાં જાહીર નામના વ્યક્તિને આપવાનું કામ પૂરું કરવા બન્નેને એક ટ્રીપના 5000 રૂપિયા મળતા હતા.

Ahmedabad : ફરી MD Drugs સાથે 2 શખ્સોની ધરપકડ, રાજસ્થાન કનેક્શન ખુલ્યું
અમદાવાદમાં ફરી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી ફરી એક વખત મેફેડ્રિન ડ્રગ્સ (MD Drugs) ઝડપાયું છે. SOG ક્રાઇમની ટીમે ચોક્કસ હકીકત આધારે 2 શખ્સોને 48 ગ્રામના MD ડ્રગ્સના જથ્થા સાથે નારોલમાંથી પકડી પાડ્યા છે. જોકે તેમની પૂછપરછ દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ ડ્રગ્સ હેરાફેરી કરવા કેરિયરને 5 હજાર રૂપિયા મળવાના હોવાનો ખુલાસો થયો છે. હાલ આ કેસમાં પોલીસે ડ્રગ્સ મંગાવનાર અને ડ્રગ્સ મોકલનારની શોધખોળ હાથ ધરી છે.

ક્રાઇમ એસ.ઓ.જી ની કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓ એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા પકડાયા છે. પકડાયેલા આરોપીઓ નામ મુકેશ રાજપૂત અને મહેન્દ્ર દેવાસી છે. આ બન્ને શખ્સો મુળ રાજસ્થાનના ઝાલોરના રહેવાસી છે. અને ડ્રગ્સ કેરિયર તરીકે MDનો જથ્થો અમદાવાદમાં આપવા આવ્યા હતા. જોકે આ અંગેની હકીકત SOG ક્રાઇમની ટીમે મળતા નારોલ વિસ્તારમાંથી બંને યુવકોને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા.

પકડાયેલા બંને શખ્સોની પૂછપરછમાં સામે આવ્યું કે મુકેશ રાજપૂત અગાઉ અમદાવાદ અને વડોદરામાં ડ્રાઇવર તરીકે નોકરી કરી ચુક્યો હતો. જેને પગલે અમદાવાદના રોડ રસ્તાથી વાકેફ હતો. જ્યારે આ ડ્રગ્સ રાજસ્થાનથી લાવી અમદાવાદમાં સરસપુર વિસ્તારમાં જાહીર નામના વ્યક્તિને આપવાનું કામ પૂરું કરવા બન્નેને એક ટ્રીપના 5000 રૂપિયા મળતા હતા. અગાઉ એક વખત ડ્રગ્સ જથ્થો હેરાફેરી કરી ચુક્યા છે. પરંતુ બીજી વખત ડ્રગ્સ આપવા પહોંચ્યો ત્યાં જ SOG ક્રાઇમની ટીમે આ બન્ને શખ્સોને ઝડપી લીધા. પોલીસ પૂછપરછમાં એવું પણ ખુલાસો થયો છે કે 48 ગ્રામ MD ડ્રગની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આંકીએ તો 4 લાખ 80 હજારથી વધુ પકડવામાં સફળતા મળી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

SOG ક્રાઈમે આરોપી મુકેશ રાજપૂત અને મહેન્દ્ર દેવાસીની પૂછપરછ કરતા ડ્રગ્સ આપનાર ગોવિંદ ભાટી જે રાજસ્થાન નો રહેવાસી છે તેનું નામ સામે આવતા તેની પણ ધરપકડ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે અમદાવાદના સરસપુર વિસ્તારમાં ડ્રગ્સ મંગાવનાર જાહિર નામનઓ વ્યક્તિ અગાઉ પણ ડ્રગ્સ મંગાવી ચુક્યો છે. ત્યારે રાજસ્થાનના વોન્ટેડ અને ડ્રગ્સ સપ્લાયર ગોવિંદ ફરાર છે. ત્યારે વોન્ટેડ ગોવિંદ ભાટી અને જાહિરની ધરપકડ બાદ શુ વધુ ખુલાસા સામે આવે છે તે જોવું રહ્યું.

Published On - 10:35 am, Sat, 18 June 22

Next Article