અમદાવાદનાં વસ્ત્રાપુરમાં યુવતીને ભગાડી લઈ જઈ બળજબરી પૂર્વક તેનું ધર્મ પરિવર્તન કરાવવા મામલે ગુનો નોઁધાયો છે. આ મામલે પોલીસે આરોપી યુવકને ઝડપી ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ કરી છે. આ મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે.
વસ્ત્રાપુર પોલીસની ગીરફ્તમાં આવેલા શખ્સનું નામ છે રિયાઝ મેમણ. પકડાયેલો આરોપી બનાસકાંઠાનો રહેવાસી છે. આરોપીએ અમદાવાદમાં કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષની યુવતીને ઈન્સ્ટાગ્રામ મારફતે ફસાવી હતી..બાદમાં યુવતી સાથે મીત્રતા કરી અવારનવાર મળતો હતો. વર્ષ 2018થી અત્યાર સુધી અનેક વાર બનાસકાંઠાથી અમદાવાદ આવીને યુવતીને મળતો હતો. યુવતીની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયા પછી આરોપી તેને ભગાડીને બનાસકાંઠામાં પાલનપુર લઈ ગયો હતો. આરોપીએ યુવતી સાથે મરજી વિરુધ્ધ અનેક વાર શારિરીક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં જયપુર લઈ જઈ જબરદસ્તી યુવતીનો ધર્મ પરિવર્તન કરાવ્યો અને તેની સાથે લગ્ન કર્યા હતા.
વસ્ત્રાપુર પોલીસે આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે આરોપી રિયાઝ ખાને ઈન્સ્ટાગ્રામ પર કબીર ખાન નામનું એકાઉન્ટ બનાવ્યું હતું, જે એકાઉન્ટ થકી યુવતી સાથે મીત્રતા કરી તેને ફસાવી હતી. 3 વર્ષથી યુવતીને ફસાવી થોડા સમય પહેલા જ યુવકે પોતાનાં ધર્મની યુવતી સાથે લગ્ન કર્યા લીધા હતા. જે બાદ યુવતીનું જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવી તેની સાથે લગ્ન કર્યાં હતા. આ મામલે ફરિયાદનાં આધારે વસ્ત્રાપુર પોલીસે દુષ્કર્મ સહિત ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 મુજબ ગુનો નોંધી આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.
મહત્વનું છે કે અમદાવાદમાં છેલ્લાં એક વર્ષનાં સમયગાળામાં લવજેહાદની 4 ફરિયાદો નોંધાઈ ચુકી છે. જેમાં સેટેલાઈટ, વસ્ત્રાપુર અને વેજલપુર બાદ હવે વસ્ત્રાપુરમાં આ પ્રકારનો કિસ્સો નોંધાતા ચર્ચાનો વિષય બન્યો છે. આ ગુનામાં પોલીસે આરોપી યુવકની વધુ પુછપરછ શરૂ કરી છે. ત્યારે આરોપીઓ સોશિયલ મીડિયા થકી અન્ય કોઈ યુવતીને ફસાવી છે કે કેમ તે પોલીસ તપાસમાં સામે આવશે.
આ પણ વાંચો : Year Ender 2021: ગુજરાત DRUGS હેરાફેરીનું એપીસેન્ટર બન્યું, જાણો કયા અને કેટલા કરોડનો કાળો કારોબાર થયો ?